નાનામવામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર ભીમનગરના શખસની શોધખોળ

November 28, 2018 at 4:13 pm


Spread the love

શહેરના નાનામવા રોડ પર રહેતા એક પરિવારની સગીર વયની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભીમનગરના શખસે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નાેંધાઈ છે.

મળતી વિગતો મુજબ શહેરના નાનામવા રોડ પર રહેતી તરૂણી પર ભીમનગરમાં રહેતા અમિત વિનોદભાઈ મકવાણા નામના શખસે લગ્નની લાલચ આપી ફસાવી પોતાના તથા સગીરના ઘરમાં દસ માસથી વધુ સમય દરમિયાન મોકો મળે સમયાંતરે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ નાેંધાઈ છે તપાસમાં ખુલતી વિગતો મુજબ આરોપી અમિત પાડોશમાં રહેતી 14 વર્ષની સગીર વયની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમજાળ અને લગ્નની લાલચ આપી હતી ગત તા.14-1થી 26-11નાં એમ દસ માસથી વધુ સમય દરમિયાન બન્નેના ઘરે મોકો મળે સગીરા પર કુકર્મ ગુજારતો હતો. ભાંડો ફૂટતા આરોપીએ પિતા-પુત્રી બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે તરૂણીએ આરોપી અમિત સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નાેંધાવી હતી જેની તપાસ પીએસઆઈ એમ.જે.બલવાળિયા ચલાવી રહ્યા છે.