નાનામવા નજીક પિતાના ઘેર પરિણીતાનો ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ

April 19, 2019 at 4:47 pm


જૂનાગઢ રહેતી અને હાલ રાજકોટ નાનામવા રોડ પર કવાર્ટરમાં પિતાના ઘેર આવેલી મુસ્લિમ મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી પતિ દારૂ પી મારકૂટ કરતો હોય છેલ્લા બે માસથી તબિયત લથડતા માવતરના ઘેર આવી પગલું ભરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં બહત્પમાળી કવાટર્સ પાસે રહેતી અને હાલ પિતાના ઘેર રાજકોટમાં નાનામવા નજીક કવાટર્સમાં રહેતી નશીમબેન ઈમરાનભાઈ વૈદ ઉ.વ.૩૫ નામની મુસ્લિમ મહિલા આજે સવારે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તાલુકા પોલીસે હોસ્પિટલે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં નશીમબેનને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું અને પતિ કડિયા કામની મજુરીકામ કરતો હોવાનું અને છેલ્લા કેટલાક સમયથી પતિ ઈમરાનને દારૂ પીવાની ટેવ હોય મારકૂટ કરતો હોવાનું અને છેલ્લા બે માસથી નશીમબેનની તબિયત લથડતા તે માવતારના ઘેર નાનામવા નજીક કવાટર્સમાં આવી હોવાનું પરિવારજનોએ જણાવતા પોલરસે વધુ કાર્યવાહી કરી છે

Comments

comments