નાના કરદાતાઆેના હિતોનું રક્ષણ થશેઃ બેન્કરપ્સી કોડમાં સુધારા મંજૂર

July 18, 2019 at 10:46 am


કેનિબેટે ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી)માં મોટા ફેરફારને મંજૂરી આપી છે. જેમાં રહેઠાણ ખરીદનારને રિઝોલ્યુશન પ્લાનમાં મત આપવાનો અને રિઝોલ્યુશન પ્રક્રિયાને 330 દિવસ સુધી મર્યાદિત રાખવાનો સમાવેશ થાય છે.
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ એસ્સાર સ્ટીલ કેસમાં કમિટી આેફ ક્રેડિટર્સ પાસે રિઝોલ્યુશનના ભંડોળની વહેંચણીનો હક નહી હોવાના આદેશ પછી કેબિનેટે આ નિર્ણય લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આઈબીસીમાં ફેરફારને મંજૂરી આપી હતી. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા સાત એમેન્ડમેન્ટ્સમાં લેણદારોના જુદા જુદાવર્ગ સાથે વાજબી અને સમાન વ્યવહારની જોગવાઈ મુદ્દે ગુંચવાડાને દૂર કરવાની દિશામાં કામ કરાયું છે.
એસ્સાર સ્ટીલ સહિતના કેસમાં કેટલીક જોગવાઈને કારણે સમગ્ર રિઝોલ્યુશન પ્રક્રિયા અટવાઈ ગઈ હતી. એક મહત્વના ફેરફારમાં હવે લેણદારોના વિવિધ વર્ગોમાં ભંડોળની વહેંચણી અંગે કોમશિર્યલ નિર્ણય લેવાની સત્તા હશે. ઉપરાંત, આેપરેશનલ ક્રેડિટર્સ અને અનસિકયોર્ડ ફાઈનાિન્શયલ ક્રેડિટર્સને સિકયોર્ડ ફાઈનાિન્શયલ ક્રેડિટર્સની સમકક્ષ ગણવામાં નહી આવે.

Comments

comments

VOTING POLL