નાના ખાખર સીમમાંથી ૯.૩૬ લાખનો દારૂ ઝડપાયો

July 18, 2019 at 9:02 am


માંડવી તાલુકાના નાની ખાખરની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં ૯.૩૬ લાખનો દારૂ તથા અન્ય મુદામાલ સાથે ર૬.૩૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ બનાવની મળતી વિગતો મુજબ માંડવી પોલીસને મળેલી બાતમીના આધારે નાની ખાખર સીમ નર્મદા કેનાલ પાસે વહેલી સવારે રેડ કરી ટેન્કર નંબર જી.જે. ૧ર ઝેડ. ૩૪૮૦, મહેન્દ્રા બોલેરો જી.જે. ર૪, ઝેડ.વી. ૩૧૦૭ સહિતના વાહનો તેમજ બોટલ નંગ ર૩૪૪ કિ.રૂ. ૯.૩૬ લાખ તેમજ વાહનોની કિંમત મળી કુલ ર૬,૩૬,પ૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન આરોપીઓ રઘુવીરસિંહ જીલુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સવારે રેડ કરી ત્યારે આરોપીઓ સ્થળ પરથી મળી ન આવતાં ત્રણેય વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL