નાના પડદાની આ હોટ અદાકારા બીજીવાર કરવા જઈ રહી છે લગ્ન…….

January 18, 2019 at 8:35 pm


જેનિફર વિંગેટ ટીવી જગતની સૌથી ફેમસ અભિનેત્રી છે. તેમણે ઘણી સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું છે. તે દેખાવમાં એટલી સુંદર છે કે તેની સુંદરતાની આગળ બૉલીવુડની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે.અમુક સમય પહેલા જ બંધ થયેલો તેનો શો ‘બેહદ’ ખુબ જ હિટ રહ્યો હતો. જેનિફર કરન સિંહ ગ્રોવરની પૂર્વ પત્ની છે જયારે કરને અભિનેત્રી બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા ત્યારે લોકો તેની તુલના જેનિફર સાથે કરી રહ્યા હતા. તમે એ જાણીને હેરાન રહી જાશો કે જેનિફર સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી છે. તે એક એપિસોડ માટે 1 થી 1.5 લાખ રૂપિયાનો ચાર્જ લે છે. ત્યારે આ હોટ અદાકારાના બીજા લગ્નની વાત સામે આવી રહી છે.2018 તો લગ્નની સીઝન રહી જ છે, એવામાં આ નવા વર્ષના શરૂઆતના મહિનાઓમાં જેનિફર પણ લગ્ન કરી શકે તેમ છે. રિપોર્ટ અનુસાર જેનિફર હાલના દિવસોમાં ટીવી અભિનેતા ‘શેહબાન આજીમ’ ને ડેટ કરી રહી છે અને તે તેની સાથે લગ્ન કરીને પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપી શકે તેમ છે.જેનિફરની સુંદરતાના દિવાના ઘણા અભિનેતાઓ છે. સામાન્ય લોકોની સાથે સાથે ઘણા અભિનેતાઓ પણ તેની સુંદરતાના દીવાના રહ્યા છે, ઘણા અભિનેતાઓએ તો ખુલ્લેઆમ જેનિફરને સોશિયલ મીડિયા પર પ્રપોઝ કરી નાખયું હતું. અમુક એ તો લગ્ન માટે પણ પ્રસ્તાવ મુક્યો હતો. તેને પ્રેમ કરનારાઓની લિસ્ટમાં ટીવીના ફેમસ અભિનેતા ‘કરન વાહી’ પણ શામિલ છે. ત્યારે જલ્દીથી જેનિફરના લગ્નના ઢોલ વાગશે તેવું કહેવામાં કંઈ ખોટું નહીં

Comments

comments

VOTING POLL