નાના પરદાના ફેવરીટ સ્ટાર ‘તારક મહેતા ફેમ’ ટપ્પુ ફરી છવાયા ગોકુલધામમાં….

April 6, 2019 at 1:36 pm


નાના પરદાની ફેવરીટ સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલા એક્ટર ભવ્ય ગાંધીએ ટીવી પર વાપસી કરી છે.

 

ઈન્ડસ્ટ્રીઝમાં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે સૌથી વધુ કમાણી કરનાર ભવ્ય ગાંધીએ 8 વર્ષ બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને ટાટા કહી દીધું હતું. ઘણાં સમય સુધી નાના પડદાથી દૂર રહ્યા બાદ ભવ્ય આ વખતે એલિયન બનીને લોકોને હસાવી રહ્યો છે.

 

એક ખાનગી ટીવી ચેનલના ઈન્ટરવ્યુમાં આખરે ભવ્યએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેમ છોડ્યો તેનું કારણ જણાવ્યું છે.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં આટલાં વર્ષો સુધી ટપ્પુનું કેરેક્ટર ભજવ્યા બાદ એલિયન બનીને આવેલા ભવ્યએ કહ્યું હતું કે, આ અલગ જ અનુભવ છે. હું જે પાત્ર ભજવી રહ્યો છું તે અનોખું છે. તે તોફાની છે અને એલિયનની લાગણીઓ સાથે માણસ પણ છે. તેની પાસે માણસનું શરીર છે પરંતુ તેની રીતભાત નથી સમજી શકતો. કોઈ વ્યક્તિ કેમ રડે છે, કેમ પ્રેમ કરે છે એ બાબતો તે જાણવા માગે છે.

 

વધુમાં ટપ્પો કહે છે કે, જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ગુજરાતી ફિલ્મોમાં મને રડવાનો સીન આપવામાં આવ્યો મેં કર્યો હતો. તે સમયે મારી પ્રશંસા પણ થઈ હતી. હું ભાવનાઓને સ્ક્રીન પર સારી રીતે દર્શાવી શકું છું. પરંતુ એક સમયે જીવનમાં આગળ વધવું જ પડે છે જેને કારણે તેને સીરિયલ છોડી દીધી હતી. ત્યારે ટપ્પુની વાપસીથી સૌ કોઈમાં ખુશીનો માહોલ છવાયેલો છે.

Comments

comments