નાની ખાવડીના મઢિમોર ધારમાં લગ્નમાં ન આવવાના પ્રñે રબારી પર છ શખ્સોનો હુમલો

September 12, 2018 at 2:04 pm


જામનગર તાલુકાના નાની ખાવડી મઢિમોર ધારમાં રહેતા રબારીને લગ્નમાં નહી જવાના મનદુઃખના કારણે છ શખ્સોએ હુમલો કરી ઇજા પહોચાડયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નાેંધાવી છે. નાની ખાવડીના મઢિમોર ધારમાં રહેતા હરીભાઇ હરભમભાઇ મોરી નામનો 21 વર્ષનો યુવાન તેના મોટાબાપાની દિકરીના લગ્નમાં આવવા ન દેવાના મામલે થયેલી બોલાચાલીના કારણે મોટી ખાવડી અને નાની ખાવડીમાં રહેતા રામા સાજણ મોરી, વિરમ લાખા મોરી, હીરા સાજણ મોરી, મનસુખ મોરી, રાજા વીરમ અને લાખા વીરમે પાઇપ વડે હુમલો કરી હરભમભાઇને ઇજા પહોચાડયાની તેમજ મોટાબાપા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નાેંધાવતા સિકકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. સી.પી. પરમારે આગળની તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL