નાની લોન માફ, ટેક્સમાં રાહત, ખર્ચમાં કાપ, વધુ નોકરીઆે

August 19, 2019 at 10:36 am


આર્થિક સુસ્તીના તબક્કામાં અર્થતંત્રને ફરી પાટા પર લાવી દોડતું કરવા માટે મોદી સરકાર ટૂંક સમયમાં મોટા અને ચાેંકાવનારા નિર્ણયો લેવા જઈ રહી છે. ટેક્સમાં રાહત અને નોકરી બચાવનારા આ નિર્ણયોની શરૂઆત આજથી થઈ શકે છે. આમ તો સંકટ સામે ઝઝૂમી રહેલી ઈન્ડસ્ટ્રીઝને પેકેજનો સંકેત પહેલાંથી જ મળી ચૂક્યો છે પરંતુ સરકાર આટલેથી જ અટકશે નહી. વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણયો એ હેતુ સાર્થક કરવા માટે લેવાશે જેનાથી પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાના લક્ષ્યાંકને અડચણ ન આવે. સંકેત છે કે ઈન્ડસ્ટ્રીઝમાં છવાયેલા ચિંતાના વાદળોને દૂર કરવાની દિશામાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તક્ષેપ કરશે. તેઆે દેશ અને વિદેશી રોકાણકારોને ભરોસો અપાવવા માટે તેમની સાથે સીધો સંવાદ પણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહત પેકેજ આપ્યાના તુરંત બાદ અમુક મહત્ત્વના નિર્ણયો લેવાની પણ તૈયારી છે. આ નિર્ણયોમાં સરકારી ખર્ચમાં કાપ મુકાવાની પણ પૂરી સંભાવના છે. દરમિયાનમાં દેશભરમાં નાના કરજદારોની લોન માફ કરવાની કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે તેવો સંકેત કોર્પોરેટ બાબતોના મંત્રીએ આપ્યો છે. આર્થિક રૂપથી નબળા વર્ગને લાભ આપવા માટે આ લોનમાફીનું પગલું સરકાર લેવા જઈ રહી છે અને એમ કરીને સરકારને 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આર્થિક દૃિષ્ટથી નબળા વર્ગના નાના કરજદારો માટે કરજમાફી આવી રહી છે. ગામડાઆેમાં પણ લોકોને આ યોજનાનો લાભ મળશે. 60,000 રૂપિયાની વાર્ષિક આવકવાળાને આ લાભ સૌથી પહેલાં મળી શકે છે.
સૌથી પહેલાં મંત્રીઆે અને અધિકારીઆેની બિનજરૂરી સુવિધાઆે અને તેમના દરરોજના ખર્ચમાં કાપ મુકાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કલ્યાણકારી યોજનો માટે ફંડની કમી બિલકુલ પડવા દેવાશે નહી. અન્ય ઉપાયોમાં સૌથી મોટો નિર્ણય ટેક્સ સુધારનો હશે જે ગેમચેન્જર સાબિત થશે. નોકરી બચાવવા માટે સરકાર ઈન્ડસ્ટ્રીઝને અત્યાર સુધીનું સૌથી અનોખું પેકેજ આપવાની તૈયારીમાં છે.
મોદી સરકાર દ્વારા જે જે નિર્ણયો લેવાઈ શકે છે તેમાં આમ આદમી સાથે ઈન્ડસ્ટ્રીઝને પણ ટેક્સમાં રાહત આપવા પર વિચાર, ઉદ્યાેગોને અલગથી પેકેજ આપીને નોકરી બચાવવાની તૈયારી, દેશની સાથે વિદેશી રોકાણકારો સાથે સંવાદ, સરકારી ખર્ચ ઉપર કાપ મુકી 75,000 કરોડ રૂપિયા બે વર્ષમાં બચાવવા, ઈન્ડસ્ટ્રીઝને જે બજેટ જોગવાઈ ઉપર વાંધો છે તેને હટાવવા સહિતનાનો સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL