નાફેડના અધિકારીઆે પર તડાપીટ બોલાવતા મિલરો અને વેપારીઆેઃ મિટિંગમાં તડાફડી

August 29, 2018 at 3:04 pm


સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળીનું વેચાણ નાફેડ દ્વારા મિલરો અને સીગદાણાના વેપારીઆેને કરવામાં આવે છે. વેચાણની આ પ્રક્રિયામાં નાફેડ તરફથી પુરતો સહયોગ અને સહકાર મળતો ન હોવાથી ખરીદી બંધ કરવાની હિલચાલ મિલરો અને વેપારીઆેએ શરૂ કરતાં નાફેડના પગ નીચે રેલો આવ્યો છે અને આજે વેપારીઆે તથા મિલરોનો રોષ શાંત કરવા ખાનગી હોટલમાં નાફેડ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતંુ.

રાજકોટ, જૂનાગઢ, ગાેંડલ, વિસાવદર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાંથી મિલરો અને સીગદાણાના વેપારીઆે આ બેઠકમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નાફેડ દ્વારા મગફળીનું વેચાણ થાય ત્યારે તે દિવસે જ ડિલીવરી આેર્ડર (ડીઆે) આપી દેવો જોઈએ. ઘણી વખત ગોડાઉન કિપર કે જવાબદાર અધિકારી ન હોવાથી ડિલીવરી મોડી મળે છે અને મિલરો-વેપારીઆે પાસેથીમોડી ડિલીવરી લેવા બદલ ચાર્જ વસુલવામાં આવે છે. આ બાબતે મિલરો અને વેપારીઆેએ નાફેડના દિલ્હીથી આવેલા પાંચ જેટલા અધિકારીઆે પર તડાપીટ બોલાવી હતી.

સેલ્સ આેર્ડર (એસઆે)માં જે તે ગોડાઉનના જવાબદાર અધિકારીના નામ અને મોબાઈલ સહિતની વિગતો આપવાની અને લિિãટ»ગ માટે આેછામાં આેછો 20થી 30 દિવસનો સમય આપવાની માગણી મિલરો અને વેપારીઆેએ કરી છે. માલ ઉપાડયાના બીજા મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ઈનવોઈસ મળી જવા જોઈએ જેથી મિલરો અને વેપારીઆેને જીએસટીના રિટર્ન ભરવામાં દંડ ભોગવવો ન પડે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.

નાફેડ માત્ર વેપારીઆેને આશ્વાસન આપે છે અને કોઈ પ્રñનું નિરાકરણ થતું નથી. ઈ-મેઈલ અને ફોનના જવાબ આપવામાં આવતા નથી તેવી વ્યાપક ફરિયાદો કરતાં વેપારીઆેએ જણાવ્યું હતું કે, જૂન મહિનાના બિલ હજુ અમને મળ્યા નથી અને તેના કારણે જીએસટી ભરવામાં અને તેના રિફંડમાં અનેક પ્રશ્નો સજાર્યા છે. હવે જો નાફેડ આ અંગે યોગ્ય કાર્યવાહી નહી કરે તો વેપારીઆેને દિલ્હી સુધી રજૂઆત કરવાની ફરજ પડશે.

નાફેડના અધિકારીઆેએ જણાવ્યું હતું કે, મિલરો અને વેપારીઆેની સમસ્યાના નિરાકરણ માટે ખાસ કન્ટ્રાેલરૂમ ઉભો કરવામાં આવશે અને ટંૂક સમયમાં તેના હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવશે. નાફેડની ખાતરી બાદ વેપારીઆે અને મિલરોએ ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપવાની છે.

Comments

comments

VOTING POLL