નાફેડ અને સરકાર વચ્ચે મગફળી ખરીદીના મુદ્દે આખરે સમજૂતી

November 19, 2018 at 8:48 pm


નાફેડ દ્વારા ગુજરાતમાં મગફળી સહિત વિવિધ પાકો ખરીદવાના મુદે નનૈયો ભણી દીધો હતો પરંતુ સરકાર વધતી ભીસ અને ખેડૂતોના કેટલાક પ્રશ્નોને લઈને મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને નાફેડના ઉચ્ચ અધિકારીઆે વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલીક કડક શરતોને આધિન મગફળી ખરીદવામાં આવશે તેવી સમજૂતી સાધવામાં આવી છે તેમ મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘે જણાવ્યું છે. વધુમાં ગુજરાત સરકાર અને નાફેડ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ પૂર્ણ થયાનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ખેડુતોની મગફળીની ખરીદીને લઈને હોબાળો મચી ગયો હતો આ મગફળી નાફેડ નહી ખરીદે તેનું કારણ ગત વર્ષ મગફળીમાં થયેલ ભેળસેળ, ગોડાઉનના રખરખાવ, ગોડાઉનમાં આગ લગાડવા જેવી બાબતોને લઈને કેટલાક પ્રશ્નો ઉભા થયા હતા પરંતુ આ વર્ષ મગફળી ખરીદી કરશે તો કેટલીક શરતોને આધિન કરશે તેવી સમજૂતી સાધવામાં આવી છે. જેમાં નાફેડના અધિકારીઆે પોલીસની હાજરીમાં જ મગફળી ખરીદાશે તો બારદાનને લઈને કેટલીક ફરિયાદને ધ્યાને રાખીને 50 લાખ બારદાન ખરીદવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.
બીજીબાજુ ખેડૂતોને મગફળી આપ્યા બાદ એક સપ્તાહમાં જ નાણાની ચૂકવણી કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે રાજ્યના નાણાં વિભાગે કેટલુક રિવોલ્વીગ ફંડ પણ પુરૂ પાડયું ચે. હાલ રાજ્યમાં બે લાખથી વધુ ખેડૂતોએ મગફળી વેચવા માટે આેનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. દૈનિક 10 હજાર ખેડૂતોની મગફળી ખરીદવાનો નિર્ણય લેવાયો છે. આ એપીએમસીમાં દૈનિક 100 ખેડૂતોને એસએમએસથી મગફળી લાવવા જણાવવામાં આવશે. સવાર-સાંજ એમ બે સમયરે મગફળી ખરીદી કરાશે. 90 દિવસ સુધી મગફળીની ખરીદી રાજ્યમાં કરવામાં આવશે તેમ મુખ્ય સચિવ એ.એન.સિંઘે જણાવ્યું હતું.

Comments

comments