નારાણપરની બાળકી પર દુષ્કર્મ

April 20, 2019 at 9:18 am


આધેડ આરોપી પર ફટકાર: પોલીસે ઝડપી પાડયો
નારાણપરની બાળકી પર સ્કુલ કારના ચાલકે દુષ્કર્મ આચયુ હોવાનો બનાવ બહાર આવતા કાર ચાલક આધેડ સામે ફીટકારની લાગણી વ્યાપી છે
આ બનાવની મળતી વિગતો મુજબ ભુજના નારાણપર (રાવરી)ની બીજા ધોરણમાં ભણતી બાળકી સાથે જાતીય અડપલાં કરનાર સ્કૂલ વેન ચાલક વિધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે માનકુવા પોલીસ સ્ટેશનમાં બાળકીના પરિવારજનો દ્રારા સ્કૂલ વેન ચાલક મધુકાન્ત માણેકલાલ મૂળજી ગોર વિધ્ધ માસૂમ બાળકી સાથે જાતીય અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે
આ બનાવની મળતી વિગતો મુજબ બાળકીની તબિયત લથડતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી બાળકીની માતાએ ભોગ બનનારને પૂછતા સ્કૂલ વેન ચાલકના કરતૂતો ખુલ્લા પડી ગયા હતા બાળકીના જણાવ્યા પ્રમાણે મધુકાન્ત સ્કૂલ વેન ચલાવતી વખતે તેની સાથે શારીરિક અડપલા કરતો હતો માસૂમ બાળકી સાથે ૬૦ વર્ષના આધેડ સ્કૂલ વેન ચાલક દ્રારા થઈ રહેલી ગંદી હરકતોથી ચોંકી ઉઠેલા પરિવારે અંતે માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
માનકુવાપોલીસે પોકસો સહિતની કલમો હેઠળ આરોપી આધેડ વિધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો

Comments

comments