નાેંધણવદર ગામેથી વિદેશીદારૂ અને બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

February 12, 2019 at 2:46 pm


એસઆેજીએ કુલ રૂપિયા 19,900નો મુદ્દામાલ કબ્જે કરી હાથ ધરેલી કાર્યવાહી

પાલિતાણા તાલુકાના નાેંધણવદર ગામેથી એસઆેજીએ વિદેશીદારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કુલ રૂપિયા 59,900નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલિતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રાેલિંગમાં રહેલા એસઆેજીના કાફલાએ પુર્વ બાતમીના આધારે પાલિતાણા તાલુકાના નાેંધણવર ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલ લાકડાની કેબીનમાં દરોડો પાડી વિદેશીદારૂની 23 બોટલ તેમજ બીયરના 40 ટીન મળી કુલ રૂપિયા 19,900ના મુદ્દામાલ સાથે નાેંધણવદર ગામે રહે તો જયપાલસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.22) વિરૂધ્ધ પ્રાેહિબીશન હેઠળ ગુનો નાેંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL