નિકાવામાં ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મૃત્યુ

April 19, 2019 at 10:49 am


કાલાવડના નિકાવા ગામ પહેલા સંપ પાસે ગઇકાલે પુરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઇકને ઠોકર મારી હતી આ અકસ્માતમાં એકનું મૃત્યુ નિપજયુ હતું દરમ્યાનમાં ટ્રકચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી.
કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતા ગોબર બચુભાઇ ટીંબડીયા (ઉ.વ.65) એ ગઇકાલે ગ્રામ્ય પોલીસમાં ટ્રક નં. જીજે10ટીટી-5084ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી, ફરીયાદીના નાના ભાઇના પુત્ર રાજેશ ઉર્ફે રાજુ જેમરાજ ટીંબડીયા (ઉ.વ.32) ગઇકાલે પોતાનું મોટરસાયકલ નં. જીજે5ઇઆર-5122 લઇને રાજકોટથી જસાપર આવતો હતો.
ત્યારે નિકાવા ગામ પહેલા પાણીના સંપ પાસે પહોંચતા સામેથી ઉપરોકત નંબરનો ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલ સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો જેમાં તેનું મોત નિપજાવી નાશી છુટયો હતો, ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ રોડ પર છેલ્લા બે દિવસ દરમ્યાન જુદા જુદા અકસ્માતમાં બે વ્યકિતના ભોગ લેવાયા છે.

Comments

comments

VOTING POLL