નિરવ મોદી અને તેનો પરિવાર ન્યુયોર્કના મેનહટ્ટનમાં હોવાનો ખુલાસો

February 16, 2018 at 10:58 am


પંજાબ નેશનલ બેંકે 29 જાન્યુઆરીએ રૂ.280 કરોડની છેતરપિડીની ફરિયાદ 29 જાન્યુઆરીએ સીબીઆઈને કરી તેના ઘણા સમય અગાઉ એટલે કે પહેલી જાન્યુઆરીએ જ અબજપતિ જ્વેલરી ડિઝાઈનર નીરવ મોદી પરિવારજનો સહિત દેશ છોડીને જતો રહ્યો છે અને હાલમાં તે ન્યુયોર્કના મેનહટ્ટન વિસ્તારમાં રહેતો હોવાનો એક ચેનલે દાવો કર્યો છે. નીરવ મોદીએ જે છેતરપિંડી ભયર્િ લેટર ઑફ અન્ડરસ્ટેન્ંડિગ (એલઓયુ)ની મદદથી રૂ.11,400 કરોડનું કૌભાંડ કર્યંુ એ 150થી વધુ યાદી પીએનબીએ સીબીઆઇને સોંપી દીધી છે.
બેલ્જિયમનું નાગરિકત્વ ધરાવતો તેનો ભાઈ નિશાલ પણ પહેલી જાન્યુઆરીએ જ દેશ છોડીને જતો રહ્યો હતો તો અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી તેની પત્ની અમી અને તેના બિઝનેસ પાર્ટનર ગીતાંજલી જ્વેલરીની ચેઈનના ભારતીય પ્રમોટર મેહુલ ચોકશી પણ 6 જાન્યુઆરીએ દેશ છોડીને જતો રહ્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
આ તમામ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કયર્િ બાદ સીબીઆઈએ આ ચારે વિરુદ્ધ લૂકઆઉટ પરિપત્ર બહાર પાડ્યો હતો. આરોપીની ગતિવિધિઓની જાણકારી આપવા દેશની બહાર જવાના અને દેશમાં પ્રવેશવાના માર્ગ પર ચાંપતી નજર રાખવાની જાણ કરવા એજન્સી દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL