નિર્ભયા કાંડ : દોષિતની દયા અરજી હોમ મિનિસ્ટ્રીને મળી

December 4, 2019 at 8:18 pm


Spread the love

કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં નિર્ભયા કાંડના એક ગુનેગારની દયાની અરજી મળી ચુકી છે. ગૃહમંત્રાલય દ્વારા ટૂંક સમયમાં જ આને રા»ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલવામાં આવશે. આ પહેલા દિલ્હી સરકારે દયાની અરજીને ફગાવી દેવાની ભલામણ કરી હતી. જો રા»ટ્રપતિ દયાની અરજીને અÂસ્વકાર કરી નાંખે છે તાે નિર્ભયાના ગુનેગારોને વહેલીતકે ફાંસી ઉપર લટકાવી દેવાનાે માગૅ મોકળો થશે. આ પહેલા દિલ્હી સરકારે નિર્ભયા કાંડના એક દોષિત વિનય શમાૅની દયા અરજીને ફગાવી દેવાની ભલામણ કરી હતી. દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને આ સમગ્ર મામલામાં અરવિંદ કેજરીવાલ સરકારની ભલામણ સાથે ફાઇલને ઉપરાજ્યપાલ અનિલ બેજલની પાસે મોકલી દીધી હતી. દિલ્હી સરકારના એલજીને કરવામાં આવેલી ભલામણોમાં કહેવામાં આવ્યું છે કે, દયા અરજીદાર દ્વારા ખુબ જ ક્રૂરરીતે ગંભીર અપરાધ કયોૅ હતાે. આવી સ્થિતિ અત્યાચારને રોકવા માટે જરૂરી છે કે, કેસમાં દાખલો બેસાડીને દંડ ફટકારવામાં આવે. દયા અરજી માટે કોઇ આધાર દેખાતા નથી અને આને ફગાવવાની ભલામણ કરવામાં આવી છે. નિર્ભયા કેસના ચાર દોષિતાે પૈકી એક અક અપરાધી વિનય શમાૅ દ્વારા દયાની અરજી કરવામાં આવી છે. તિહાર જેલે કોર્ટને કહ્યું છે કે, મામલામાં ચાર દોષિતાે પૈકી એકે ચોથી નવેમ્બરના દિવસે રા»ટ્રપતિની પાસે દયા અરજી મોકલવા અરજી કરી હતી જે સરકાર પાસે મોકલી દેવામાં આવી છે. ડિસેમ્બર 2012માં પેરામેડિકલની વિદ્યાથીૅની પર ચાલતી બસમાં ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતાે જેના પરિણામ સ્વરુપે આ યુવતીનું થોડાક દિવસ બાદ મોત થયું હતું. આ બનાવના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠâું હતું. આ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આરોપીઆેને પકડી પાડવામાં આવ્યા પછી મુખ્ય આરોપીએ તિહાર જેલમાં આપઘાત કરી લીધો હતાે. બાકીના ચાર દોષિતાેને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. એક દોષિત કિશોર હતાે જેથી કઠોર સજાથી બચી ગયો છે. આજ કારણસર દેશમાં આવી માંગ પણ ઉઠી હતી કે, ગંભીર અપરાધો માટે આ પ્રકારના અપરાધીઆે સામે પણ કઠોર કાર્યવાહી થવી જોઇએ. મોડેથી આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતાે પરંતુ તે કાયદાની પાછળની તારીખથી નિર્ભયાના અપરાધીઆે ઉપર લાગૂ થઇ શકે તેમ નથી. બીજી બાજુ નિર્ભયાના મામલામાં હવે અપરાધીઆેને ફાંસીની સજા કરવા માંગ તીવ્ર બની છે.