નિવૃત્ત સરકારી કર્મચારીઓના ૭મા પગારપચં સંદર્ભે ઓનલાઇન પગાર બાંધણીની મુદતમાં બે વર્ષનો વધારો કરાયો

February 8, 2018 at 3:57 pm


Spread the love

તા.૧–૧–૨૦૧૬થી તા.૩૧–૧૦–૨૦૧૭ સુધી નિવૃત્ત થયેલા કર્મચારીઓની પગાર બાંધણીની ચકાસણી ઓનલાઈન કરવાની સૂચના અને પરિપત્ર અગાઉ કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાત સરકારના નાણાં વિભાગે આ મુદતમાં વધારો કરીને તા.૩૧–૩–૨૦૧૯ સુધી નિવૃત્ત થયેલા અને થનારા કર્મચારીઓના પગાર બાંધણીના કેસોની અગ્રતાના ધોરણે ચકાસણી કરવાનો નિર્ણય જાહેર કર્યેા છે. ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્રારા આ અંગે કરાયેલા પરિપત્રમાં જણાવાયા મુજબ સરકારના તમામ વહીવટી વિભાગો, વડાની કચેરીઓએ તા.૧–૧–૨૦૧૬થી તા.૩૧–૩–૨૦૧૯ સુધીના નિવૃત્ત થયેલા અને થનારા કર્મચારીઓના ૭મા પગારપચં મુજબના ઓનલાઈન પગાર બાંધણીના કેસ ઓનલાઈન ચકાસણી માટે ગાંધીનગર ખાતે હિસાબ અને તેજુરી નિયામકની કચેરીને મોકલી આપવાના રહેશે. નિવૃત્ત કર્મચારીઓના કિસ્સામાં સરકારે બે વર્ષનો વધારો કરતાં તેનો લાભ ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓને મળશે તેવી આશા રાખવામાં આવે છે.