નીતિન ગડકરીએ જીભ કચરી

August 7, 2018 at 10:09 am


એક તરફ મોદી સરકાર લાખ્ખો યુવાનોને નોકરી આપ્યાના દાવા કરે છે અને બીજી તરફ તેમના જ મંત્રી નીતિન ગડકરીએ રોજગારી મુદ્દે વિવાદી નિવેદન કરીને વિરોધ પક્ષને મુદ્દાે પૂરો પડéાે છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના લોકો દ્વારા અનામતના મામલે ચાલી રહેલા ઉગ્ર આંદોલનથી રાજ્ય સળગી રહ્યું છે ત્યારેનીતિન ગડકરીના એક નિવેદને આંદોલનને વધુ ભડકાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે અનામતથી રોજગારીની ગેરંટી મળતી નથી, કેમકે નોકરીઆે આેછી થઈ રહી છે. નોકરીઆે જ નથી તો ક્વોટાનું શું કરશોં મહારાષ્ટ્રના આૈરંગાબાદમાં નીતિન ગડકરીને જ્યારે અનામતના મામલે મરાઠાઆેનાં હાલના આંદોલન તથા અન્ય સમુદાયો દ્વારા પણ આ પ્રકારની માગણીઆે વિશે સવાલો પૂછવામાં આવ્યા તો તેમણે જવાબ આપ્યો હતો કે અનામત આપી દેવામાં આવે તો પણ ફાયદો થશે નહી, કેમકે નોકરીઆે જ નથી. બેન્કમાં આઈટીના કારણે નોકરીઆે આેછી થઈ છે. સરકારી ભરતી અટકેલી છે. નોકરીઆે ક્યાં છેં તેમ તેમણે કહ્યું હતું.

હાલમાં નોકરીઆેની દુકાળની ચર્ચા ચાલી રહી છે ત્યારે માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ વિભાગોમાં આશરે 24 લાખ નોકરીઆે ખાલી પડી હોવાનું જણાવાયું છે. સંસદમાં છેલ્લાં છ મહિનામાં વિવિધ પ્રશ્નોના જવાબમાં આ માહિતી સાંપડી છે. આઠ ફેબ્રુઆરીએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષકોની 10 લાખથી વધુ જગ્યા ખાલી પડી છે. સિવિલ અને ડિસ્ટિ²ક્ટ આમ્ર્ડ પોલીસમાં 4.4 લાખ વેકેન્સી ખાલી હોવાનું લોકસભામાં 27 માર્ચે કરાયેલા એક સવાલના જવાબમાં જાણવા મળ્યું હતું.

નીતિન ગડકરીના નિવેદન સાથે શક્ય છે સરકાર દેખીતી રીતે સહમત ન થાય પરંતુ તેમને કહેલી વાત વાસ્તવિકતા તો જરુર છે. દેશમાં નોકરીનો દુકાળ છે અને વધતી જતી ટેક્નોલોજી તેની પાછળનું મુખ્ય કારણ છે ત્યારે સરકારે હવે આ મામલે નવું વિચારવું પડશે.

Comments

comments

VOTING POLL