નીતિન ગડકરીના બોલ બચ્ચન

January 30, 2019 at 9:05 am


મોદી સરકારના મંત્રી નીતિન ગડકરી હમણાં હમણાં વિપક્ષની ભાષા બોલતા સાંભળવા મળી રહ્યા છે. નીતિન ગડકરી કોના ઈશારે આવું બોલી રહ્યા છે તે તો કોઈ નથી જાણતું પણ તેમના આ પ્રકારના વ્યવહારથી વિપક્ષને દોડવા માટે ઢાળ જરુર મળી ગયો છે.

અગાઉ બેથી ત્રણ વખત નીતિન ગડકરીએ સરકારની વિરુધ્ધમાં આડકતરું નિવેદન આપ્યું હતું અને હવે સપનાં વેચતા અને આપેલા વચનોનું પાલન ન કરતા રાજકીય પક્ષના નેતાઆેને જનતાએ ફટકારવા જોઈએ એ પ્રકારનું નિવેદન કરીને તેમણે નવો વિવાદ સજ્ર્યો છે. આ પ્રકારનું નિવેદન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને જ કર્યું હોવાનો દાવો કાેંગ્રેસે કર્યો હતો. કાેંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ કહી પે નિગાહે, કહી પે નિશાન કહેવત ટાંકી હતી અને દાવો કર્યો હતો કે ગડકરીની નજર વડા પ્રધાનની ખુરશી પર છે અને તેમનું નિશાન નરેન્દ્ર મોદી જ છે. જો કે, ભાજપે બચાવ પણ કર્યો છે. ગડકરીના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે.

કેટલાક લોકો એવું માની રહ્યા છે કે, નીતિન ગડકરી આર.એસ.એસ.ના ઈશારે આવા નિવેદનો કરી રહ્યા છે. સંઘ નીતિન ગડકરી મારફત નરેન્દ્ર મોદી અને ભાજપને સંકેતો આપવા માંગે છે. આવા સૂત્રો એવું દશાર્વવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, સંઘ મોદી સરકારની કામ કરવાની પધ્ધતીથી નારાજ છે તેથી આવું કરે છે. જો કે, આ વાતમાં ખાસ દમ હોય એવું લાગતું નથી. નરેન્દ્ર મોદી સંઘના જ સ્વયંસેવક છે અને તેની સાથે સીધી બાત કરી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે નીતિન ગડકરી વિવાદી નિવેદનો કરીને છવાયેલા રહેવા માંગતા હોય એવું બની શકે.

Comments

comments

VOTING POLL