નીતિન ગડકરીની લોલીપોપઃ 50 રૂપિયામાં ડીઝલ અને 55 રૂપિયામાં પેટ્રાેલ મળશે

September 11, 2018 at 11:07 am


કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે છત્તીસગઢ દેશનું મોટું બાયોફયુઅલ કેન્દ્ર બની શકે છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મુખ્યમંત્રી રમન સિંહને રાજ્યમાં 4,251 કરોડની નિમાર્ણને લઇને ભેટ આપી.
છત્તીસગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને કેદ્રીય પીડીડબલ્યુડી મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, પેટ્રાેલિયમ મંત્રાલય ઈથેનોલ ફેકટરી પ્લાન્ટના પ્રારંભ કરી રહ્યું છે. જેની મદદથી ડીઝલ રુ. 50 અને પેટ્રાેલ 55 રુપિયે મળશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં પેટ્રાેલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર વિરુÙ હાલ દેશમાં જનઆક્રાેશ જોવા મળી રહ્યાે છે. જેને લઇને સોમવારે દેશભરમાં કાેંગ્રેસની આગેવાનીમાં વિપક્ષ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.
છત્તીસગઢના દુર્ગમાં એક કાર્યક્રમમાં પહાેંચેલા નીતિન ગડકરીએ Iધણની સમસ્યાનું કાયમી નિરાકરણની વાત કરતા કહ્યું કે, અમારુ પેટ્રાેલિયમ મંત્રાલય ઈથેનોલ બનાવવા માટે દેશમાં પાંચ પ્લાન્ટ સ્થાપિત કરશે. લાકડું અને કચરામાંથી ઈથેનોલ બનાવવામાં આવશે. જેનાથી ડીઝલ 50 રુપિયા અને પેટ્રાેલ 55 રુપિયે મળશે. અમે લગભગ આઠ લાખ કરોડ રુપિયાનું ડીઝલ અને પેટ્રાેલ આયાત કરીએ છીએ. ડોલરની સરખામણીમાં રુપિયો સતત ગગડી રહ્યાે છે. ગડકરીએ કહ્યું કે હું છેલ્લાં પંદર વર્ષથી કહી રહ્યાે છું કે, ખેડૂત અને આદિવાસી બાયોફ્લૂઅલ બનાવી શકે છે. જેનાથી એરક્રાãટ પણ ઉડાવી શકાય છે. અમારી નવી ટેકનોલોજીના દમ પર ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈથેનોલથી ગાડીઆે ચલાવી શકાશે.

Comments

comments

VOTING POLL