નેઈલ આર્ટને લાંબો સમય ટકાવવા કરો બસ આટલું………

February 8, 2019 at 9:07 pm


નેઈલ-આર્ટ કર્યા બાદ એ થોડું સુકાઈ જાય એટલે તરત જ એક બાઉલમાં બરફવાળું ઠંડું પાણી લઈ એમાં નખને પાંચેક મિનિટ બોળી રાખો. આનાથી નેઈલ-પૉલિશ કઠણ થઈ જશે અને ફેલાશે નહીં. પોલીશ થોડી-થોડી ભીની હોય ત્યારે આ પ્રયોગ કરવાથી એ ઝડપથી કડક થઈને સુકાઈ જશે.

આજથી હજી પાંચેક વર્ષ પહેલાં નેઈલ-આર્ટ ફક્ત એક ખાસ ક્લાસ અને સેલિબ્રિટીઝ પૂરતી હતી, પરંતુ આજે નાની બાળકીઓથી લઈને કોલેજ જતી ટીનેજર અને ગૃહિણીઓ સુધી કોઈને પ્લેન-પૉલિશ લગાવવી ગમતી નથી.

જો આર્ટિફિશ્યલ નખ લગાવવાના હો તો નખની લંબાઈ એટલી જ પસંદ કરો જેમાં તમે કમ્ફર્ટેબલ હો. નખ વધુ પડતા લાંબા હશે તો કામ કરતી વખતે એ નડશે અને નખ તૂટી જશે. નખ જ્યારે અડધો તૂટી જાય ત્યારે એ વધુ દુખાવો આપે છે. જો તમારે ઘરનું કામ કરવાનું હોય અથવા કી-બોર્ડ પર સતત ટાઈપ કરવું પડતું હોય તો લાંબા નખ અવૉઈડ કરો.

નખ નેઈલ-આર્ટ માટે તૈયાર છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે. નખને તૈયાર કરવામાં સૌથી પહેલું સ્ટેપ એટલે પહેલાં લગાવેલી કોઈ પણ નેઈલ-પૉલિશ નખ પરથી સારી ક્વોલિટીના નેઈલ-પૉલિશ રિમૂવરથી કાઢી નાખવી. ત્યાર બાદ નખને બફરની મદદથી લીસા કરવા અને છેલ્લે નખ સાફ લાગે એ માટે ક્યુટિકલ્સ હોય તો એ કટ કરવા.

ફાઈલિંગ અને બફિંગ કરી લીધા બાદ નખ પર સ્ક્રબ ઘસો. ધોઈને મોઈસ્ચરાઈઝર લગાવો. નખની આજુબાજુ ક્રીમ લગાવેલી હશે તો એનાથી નેઈલ-પૉલિશ લગાવ્યા બાદ આંગળીઓ પર લાગી ગયેલો રંગ દૂર કરવામાં આસાની રહેશે.

નેઈલ-પૉલિશ ડાયરેક્ટ નખ પર લગાવવા કરતાં એને કોઈ બેઝ લગાવી એના પર સેટ કરતાં એ વધુ ટકે છે.

Comments

comments

VOTING POLL