નેગેટીવ રોલના બેતાઝ બાદશાહ અમરીશ પુરીના 87માં બર્થડે પર ગૂગલે ડૂડલ બનાવીને તેમનેઆપ્યું ટ્રિબ્યુટ !!!

June 22, 2019 at 5:50 pm


નેગેટીવ રોલના બેતાઝ બાદશાહ અમરીશ પુરીની 87માં જન્મદિવસ પર ગૂગલે ડૂડલ બનાવીને તેમને ટ્રિબ્યુટ આપ્યું છે. ડૂડલમાં અમરીશ પુરી વ્હાઇટ કુર્તા અને બ્લેક શાલમાં જોવા મળી રહ્યા છે. આ ડૂડલને પુણેના આર્ટિસ્ટ દેબાંગ્શુ મૌલિકે બનાવ્યું છે. 22 જૂન, 1932ના રોજ લાહોરમાં જન્મેલા અમરીશ પુરીએ બ્રેઈન હેમરેજને કારણે 12 જાન્યુઆરી, 2005ના રોજ જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. અમરીશ પુરીના બે મોટા ભાઈ મદન પુરી અને ચમન પુરી પહેલેથી જ એક્ટિંગની દુનિયામાં નામ કમાઈ ચૂક્યા હતા. જો કે, અમરીશ માટે જર્ની સરળ રહી ન હતી. કહેવાય છે કે, તેઓ પહેલા સ્ક્રીનટેસ્ટમાં ફેલ થયા હતા. ત્યારબાદ તે એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં કામ કરવા લાગ્યા હતા. અમરીશ પુરીના ફિલ્મી કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મથી કરી હતી. 1967માં આવેલી મરાઠી ફિલ્મ ‘શાંતતા, કોર્ટ ચાલુ આહે’માં તેમણે કરિયરનો પહેલો આંધળાનો રોલ કર્યો હતો. અમરીશ પુરીને બોલિવૂડમાં પહેલો રોલ 39 વર્ષની ઉંમરે મળ્યો હતો.

Comments

comments

VOTING POLL