નેતાઓની કમાણીની ભાળ મેળવવી અઘરી: સુપ્રીમમાં કેન્દ્ર સરકારે હાથ ઉંચા કર્યા

April 18, 2019 at 11:43 am


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કયા કે નેતાઆની વધી રહેલી આવકની ભાળ મેળવવી અત્યંત મુશ્કેલ છે. આ માટ સ્થાયી તંત્ર વિકસિત કરવામાં સમય લાગી જશે એટલા માટે થોડો વધુ સમય આપવામાં આવે. અવમાનનાની નોટિસના જવાબમાં અપાયેલા સોગંદનામામાં સરકારે આ વાત કહી હતી.

કાયદા મંત્રાલયના વિભાગે સોગંદનામામા કહ્યું કે પાછલા વર્ષે નવેમ્બર માસમાં રાજ્યસભાના સભાપતિની અધ્યક્ષતામાં બેઠક મળી હતી તેમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધા હતો. આ બેઠકમાં બે અલગ અલગ મત નીકળીને આવ્યા હતા કે શું સંસ્થાગત તપાસ તંત્ર રાજ્યની વિધાનસભા બેઠકને આધીન હોવા જોઈએ કે પછી તે અલગ મોડલ પર હોય જેમાં વધુ સ્વાયત્તતા અને નિષ્પક્ષતા હોય.
સુપ્રીમ કોર્ટે ખાનગી સંસ્થા ‘લોકપ્રહરી’ના અધ્યક્ષ એસ.એન.શુક્લા દ્વારા નેતાઓની આવકમાં બેફામ વધારાને લઈને રજૂ કરેલી અવમાનના અરજી પર પાછલા મહિને કેન્દ્રને નોટિસ ફટકારી હતી. કોટે પૂછયું હતું કે બે સપ્તાહમાં જણાવવામાં આવે કે સરકારે નેતાઓની સંપત્તિની તપાસનું તંત્ર વિકસિત કરવામાં શું શું પગલા ઉઠાવ્યા છે.
સરકારે કહ્યું કે તેણે રાજ્યસભાના મહાસચિવ સાથે બીજી વખત બેઠક કરવા કહ્યું છે પરંતુ તેમણે કહ્યું કે મંત્રાલયે જોવું જોઈએ કેમ કે તેની પાસે આ બધી જાણકારીઓ ઉપલબ્ધ છે.

Comments

comments