નેહવાલની લાઇફ ઉપરની ફિલ્મને લઇને શ્રદ્ધા વ્યસ્ત

August 18, 2018 at 6:35 pm


સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મને લઇને શ્રદ્ધા કપુર હવે વ્યસ્ત બનેલી છે. તે બેડમિન્ટન સ્ટારની પાસેથી ટ્રેિંનગ પણ મેળવી ચુકી છે. બાયોપિક ફિલ્મના દોર વચ્ચે હવે વધુ એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેથી હાલમાં સાઇના નહેવાલ શ્રદ્ધા કપુરને તમામ પ્રકારથી માગૅદર્શન આપી રહી છે. મિલખાિંસહ, મેરી કોમ , મહેન્દ્રિંસહ ધોની, અઝહરુદ્ધીન અને સચિન તેન્ડુલકર અને બાેલિવુડ સ્ટાર સંજય દત્તની લાઇફ પર ફિલ્મ બની ગયા બાદ હવે બેડમિન્ટન સ્ટાર સાઇનાની લાઇફ પર ફિલ્મ બની રહી છે. હાલના સમયમાં બાયોપિક ફિલ્મ બનાવવાનાે ક્રેઝ બાેલિવુડના નિમાૅતા નિદેૅશકોમાં જોવા મળી રહ્યાાે છે. બાયોપિક ફિલ્મોને સફળતા પણ મળી રહી છે. રાજુ હિરાનીની સંજુ ફલ્મ રેકોર્ડ કમાણી કરી ચુકી છે. અમોલ ગુપ્તા દ્વારા નિદેૅશિત ફિલ્મમાં સાઇનાની ભૂમિકામાં શ્રદ્ધા કપુર કામ કરી રહી છે. રોલને લઇને તમામ બાબતાે નક્કી કરી લેવામાં આવી છે. શ્રદ્ધા કપુર અન્ય બાયોપિક ફિલ્મ અપૂર્વ લાખિયાની હસીના પાર્કર ફિલ્મમાં કામ કરી ચુકી છે. જેમાં તે ડોન દાઉદ ઇબ્રાહિમની બહેનની ભૂમિકા અદા કરી ચુકી છે. આ ફિલ્મમાં તેની ભૂમિકાની કરવામાં આવી હતી. બે બાયોપિક ફિલ્મ બેક ટુ બેક કરવામાં આવી ચુકી છે તે અંગે પુછવામાં આવતા શ્રદ્ધા કપુરે કહ્યાુ છે કે બાયોપિક ફિલ્મમાં કામ કરવા માટેની મોટી જવાબદારી છે. ફિલ્મમાં ઐતિહાસિક પાત્રોને ન્યાય આપવાની બાબત પડકારરૂપ રહે છે. રોલ કરતી વેળા દબાણ ખુબ રહે છે.

Comments

comments

VOTING POLL