નોકરી ગુમાવવાની ચિંતાથી 50 ટકા કર્મચારીઆે તણાવગ્રસ્તઃ કંપનીઆે પણ પરેશાન

June 28, 2018 at 4:54 pm


સતત બદલાઈ રહેલાં અને વ્યાપક પરિવર્તન પામી રહેલાં માહોલમાં નોકરી ટકશે કે નહી તેની ચિંતા ઘણાને સતાવે છે. આ ઉપરાંત વ્યિક્તગત જીવનમાં વધતી ચિંતાના કારણે કંપનીઆેમાં કર્મચારીઆેમાં તણાવ વધી રહ્યાે હોવાનું બે અલગ-અલગ સર્વે પરથી જાણવા મળે છે. પરિણામે, ડિપ્રેશનથી પીડાતા અને આત્મહત્યા કરવાની નજીક પહાેંચી ગયા હોય તેવા લોકોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. આથી, કંપનીઆે સામે પણ આવા કર્મચારીઆે પાસેથી કામ કઢાવવાના પડકાર વધ્યા છે કારણ કે તેની સીધી અસર કંપનીની ઉત્પાદકતા પર પડી રહી છે.
ભારતીય કંપનીઆેને એમ્લોયી આસિસ્ટન્સ પ્રાેગ્રામ્સ પૂરા પાડતી બે અગ્રણી કંપની આેપ્ટમ અને 1જ્ઞિં1વયહા.ક્ષયt દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, વધતા તણાવને કારણે ગંભીર હતાશાનો સામનો કરી રહ્યાં હોય અથવા જીવનનો અંત લાવવાની નજીક પહાેંચી ગયા હોય તેવા કર્મચારીની સંખ્યામાં નાેંધપાત્ર વધારો થયો છે.
ભારતના લગભગ 50 ટકા કર્મચારી કોઈને કોઈ પ્રકારના તણાવનો સામનો કરી રહ્યાં હોવાનું તારણ આેપ્ટમ દ્વારા કરવામાં આવેલા તાજા સર્વે પરથી નીકળે છે. આ સર્વે આેછામાં આેછા 4,500 કર્મચારી ધરાવતી હોય તેવી 70 કંપનીઆેના 8,00,000 કર્મચારી પર કરવામાં આવ્યો હતો. 1જ્ઞિં1વયહા.ક્ષયt દ્વારા કરવામાં આવેલા અન્ય એક સર્વે પ્રમાણે, આત્મહત્યા કરવાનું સૌથી ઉંચું જોખમ ધરાવતા કર્મચારીનું પ્રમાણ બે વર્ષ પહેલા તમામ કાઉન્સેલિંગ કેસના માત્ર બેથી ચાર ટકા હતું. જે 2018માં વધીને 8 ટકાએ પહાેંચ્યું હતું. કંપનીઆેમાં કામ કરતાં કર્મચારીઆે ભવિષ્યને લઈને ખૂબ અનિશ્ચિતતા અનુભવતા હોય છે અને તેમનું ભાવિ ચિત્ર ખૂબ જ અસ્પષ્ટ હોય છે, એટલે તણાવ વધે છે. તણાવમુકત રહેવાની કળા કર્મચારીઆેના લીડરે શીખવાની હોય છે અને આ તણાવ કર્મચારીઆે પર ન પડે તેની જવાબદારી પણ લીડરે નિભાવવાની હોય છે. એમ મેરિકોના એમડી સુગાતા ગુપ્તાએ જણાવ્યું હતું.
તણાવના સૌથી વધુ સામાન્ય કારણોમાં કામ, પૈસા અને પરિવાર હોવાનું બન્ને સર્વે પરથી જાણવા મળે છે. આ ઉપરાંત બાળકોની જવાબદારી, સગભાર્વસ્થા, એકલતાપણું, શારીરિક પરિવર્તન જેવા કારણો પણ તણાવ પેદા કરે છે.
આેપ્ટમ ઈન્ટરનેશનલ બિઝનેસ હેડ (ઈન્ડિયા) અંબર એલમના કહેવા પ્રમાણે વ્યિક્તગત કે કામ સંબંધિત ચિંતાને કારણે તણાવ વધે છે અને પછી વ્યિક્ત ડિપ્રેશનમાં જાય છે. કંપનીઆે માનસિક માંદગસના પડકારનો સામનો કરી રહી છે, કારણ કે તેની સીધી અસર ઉત્પાદકતા પર પડે છે. 1જ્ઞિં1વયહા.ક્ષયt ના ડિરેકટર અર્ચના બિશ્ત કહે છે કે, છેલ્લા એક વર્ષમાં માનસિક આરોગ્યની ફરિયાદ કરનારા લોકોની સંખ્યા વધી છે.
સમગ્ર બિઝનેસજગત અત્યારે દબાણ હેઠળ છે. ખાસ કરીને જે ઉદ્યાેગોમાં મોટા પાયે પુનર્ગઠન કવાયત ચાલી રહી છે તેના કર્મચારીઆેમાં નોકરી ગુમાવવાનો ભય વધી રહ્યાે હોવાથી તણાવ પણ વધી રહ્યાે છે. આ પરિસ્થિતિ બાળકો ધરાવતા અને લોન લેનારા મધ્યમ-સ્તરના મેનેજર્સમાં વધારે જોવા મળે છે કારણ કે કંપનીઆેમાં આ લેવલના કર્મચારીને સૌથી સારો પગાર મળતો હોય છે અને પુનર્ગઠનના કિસ્સામાં જો છટણીનો નિર્ણય લેવામાં આવે તો સૌથી પહેલાં આવા મેનેજર્સની નોકરીનો ભોગ લેવાની શકયતા વધારે હોય છે.

Comments

comments

VOTING POLL