નોકરી હોય તો આવી, આટલા નાના કામ માટે મળે છે લાખો રૂપિયા….

November 30, 2019 at 9:42 am


Spread the love

આજના સમયમાં ભણેલા જ સૌથી વધુ બેરોજગાર જોવા મળી રહ્યા છે. તેમજ જે ભણેલા છે અને નોકરી મળી ગઈ છે તેઓ પોતાની સેલેરીથી સંતુષ્ટ હોતા નથી. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે પણ એક નોકરી એવી છે જેમાં ફક્ત નાનકડા અમથા કામના લાખો રૂપિયા મળે છે. લંડનના નાઇટ્સબ્રિજમાં એક દંપતિએ આ નોકરી બહાર પાડી છે, જેના માટે તમે પણ અરજી કરવા તૈયાર થઇ જશો. આ દંપતિને એક એવો વ્યક્તિ જોઇએ છે, જે તેના કુતરાઓની સારસંભાળ રાખી શકે. તેના બદલે તેઓ વાર્ષિક ૨૯ લાખ રૂપિયા આપવા તૈયાર છે. આ દંપતિના ઘરમાં બે ગોલ્ડન રિટ્રિવર ડૉગ્સ પાળવામાં આવ્યાં છે અને તે પોતાના કામના કારણે મોટાભાગે ઘરની બહાર જ રહે છે. તેવામાં તેઓ આ ડૉગ્સની સારસંભાળ નથી લઇ શકતાં. તેથી તેઓ એક એવા વ્યક્તિની શોધમાં છે જે આ કામ કરી શકે. આ દંપતી લાખો રૂપિયાનો પગાર તો આપવાની જ છે પરંતુ સાથે જે નોકરી કરે તેને 6 માળના આલિશાન ઘરમાં રહેવાની જગ્યા પણ આપી રહ્યું છે.