નોટબંધીથી થયેલી બરબાદીની જવાબદારી કોણ લેશેંઃ પ્રિયંકા

November 8, 2019 at 4:51 pm


કાેંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધી વિશે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટિંટ કર્યું છે, નોટબંધીને 3 વર્ષ થઈ ગયા. સરકાર અને તેમના ચમચાઆે દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, નોટબંધી દરેક મુશ્કેલીઆેનો ઉકેલ છે. આ દરેક દાવા હવે ધીમે ધીમે ખોટા સાબીત થઈ રહ્યા છે. નોટબંધી એક ડિઝાસ્ટર હતું જેણે આપણી દરેક અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. હવે આ તઘલખી નિર્ણયની જવાબદારી કોણ લેશેં
મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી કરી હતી. આજે તેને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રિયંકાએ ગુરુવારે અર્થવ્યવસ્થા વિશે ટિંટ કર્યું હતું. દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ એકદમ નબળી છે. સેવા સેક્ટર ઉંઘા માથે પડéુ છે. રોજગારી ઘટી રહી છે. શાસન કરનાર લોકો તેમનામાં જ મસ્ત છે, જનતા દરેક ક્ષેત્રે ત્રાસી ગઈ છે.

પિશ્ચમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટિંટ કર્યું છે કે, મેં નોટબંધીની જાહેરાત પછી તુરંત જ કહ્યું હતું કે, આ અર્થવ્યવસ્થા લાખો લોકો માટે વિનાશકારક સાબીત થશે. પ્રખ્યાત અર્થશાસ્ત્રીઆે અને સામાન્ય લોકો પણ આ વાતે સહમત છે. આરબીઆઈના આંકડાઆેએ પણ આ વાત માની છે. નોટબંધી પછીથી આર્થિક મુશ્કેલીઆે શરુ થઈ છે. ખેડૂત, યુવક, કર્મચારી અને વ્યપારી દરેક પર તેની ખરાબ અસર થઈ છે.

Comments

comments