નોટબંધી : દળી દળીને ઢાંકણીમાં

August 30, 2018 at 11:08 am


એક ચાેંકાવનારા અહેવાલમાં રિઝર્વ બેંકે નોટબંધી પછી અત્યાર સુધીમાં 99.03 % ચલણી નોટો પરત આવી હોવાનું જાહેર કર્યું છે ત્યારે નોટબંધીનો ફાયદો થવા ઉપર મોટો પ્રશ્નાર્થ સજાર્યો છે. સરકારે નવેમ્બર 2016માં નોટબંધી લાગુ કરી 500 અને 1000ના દરની ચલણી નોટો તાત્કાલિક અસરથી રદ જાહેર કરાઈ દીધી હતી અને પછી જે થયું તેનું આખું ભારત સાક્ષી છે. હવે રિઝર્વ બેંકે આટલા લાંબા સમય પછી આંકડાઆે જાહેર કરીને વધુ એક વખત આંચકો આપ્યો છે.

આમ પણ વિરોધપક્ષ એવો આરોપ મૂકે છે કે, નોટબંધીના કારણે દેશને થયેલા નુકસાનની વિગતો મોદી સરકાર બહાર આવે તેવું ઈચ્છતી નથી. નાણા બાબતોની સંસદીય સમિતિના અહેવાલમાં મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય ખોટો હતો તેવો ઉલ્લેખ હોવાની ચર્ચા છે. નોટબંધીના નિર્ણયના કારણે દેશના જીડીપીને 1 ટકાનું નુકસાન થયું છે. પરંતુ મોદી સરકાર નથી ઇચ્છતી કે આ અહેવાલ સંસદમાં રજૂ થાય અને તેના પર ચર્ચા હાથ ધરાય.

એવું પણ કહેવાય છે કે, 2019માં લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં સમિતિમાં ભાજપના સાંસદોના દબાણને કારણે આ રિપોર્ટ સંસદમાં રજૂ થતો અટકાવી દેવાયો છે.એવો અહેવાલ પણ સામે આવ્યો છે કે, સમિતિના અધ્યક્ષ વિરપ્પા મોઇલીએ આ મુદ્દા પર ભાજપના સભ્યો સાથે વાત કરી હતી જેથી નોટબંધીના નિર્ણય પર તૈયાર થયેલા આ રિપોર્ટ પર ચર્ચા થાય અને પ્રસ્તાવ લાવી શકાય પરંતુ 31 સાંસદ ધરાવતી સમિતિમાં ભાજપના 17 સાંસદોએ વિરોધ કરતાં સમિતિમાં ચર્ચા માટે રિપોર્ટ રજૂ કરી શકાયો નહોતો. સમિતિમાં રિપોર્ટ પર ચર્ચા માટે સર્વસંમતિ સાધવામાં નિષ્ફળતા મળી હતી. આમ નોટબંધીનો મુદ્દાે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે ત્યારે આ બાબતે સરકાર કોઈ નિવેદન કરે છે કે કેમ તે જોવાનું રહે છે.

Comments

comments

VOTING POLL