નોટબંધી સમયે પોતાના ખાતામાં રૂપિયા જમા કરાવવા એ ભ્રષ્ટ્રાચાર નથી: હાઈકોર્ટ

April 13, 2019 at 10:47 am


નોટબંધીમાં પોતાના ખાતામાં જ પિયા જમા કરાવવાને છેતરપિંડી કે ભ્રષ્ટ્રાચાર ન ગણી શકાય એવી સ્પષ્ટ્રતા કરતાં હાઇકોર્ટે પોતાના ખાતામાં જ . ૧.૪૯ કરોડની રકમ જમા કરાવનાર અને બેંક મેનેજર સામેની ફરિયાદ ફગાવી દીધી છે. હાઇકોર્ટે સ્પષ્ટ્ર કયુ હતું કે, જો ટેકસની ચોરી કરી હોય તો તેવા સંજોગોમાં કાર્યવાહી કરી શકાય.
યુકો બેંકના મેનેજર તરીકેની કામગીરી દરમિયાન ભાસ્કર સોનીએ નોટબંધીમાં ૧૦મી નવેમ્બરથી ૩૦મી ડિસેમ્બર દરમિયાન એક જ એકાઉન્ટમાં મોટી રકમ જમા થવા દીધી હતી. આ ડોર્મન્ટ કેટેગરીના એકાઉન્ટ માટે જરી કેવાયસી પણ લેવાયા ન હતા. આરબીઆઇના પરિપત્રોનું પાલન કર્યા સિવાય સોનીએ આ રકમ આરટીજીએસથી ટ્રાન્સફર કરવા માટે પણ વ્યવસ્થા આપી હતી. જુદીજુદી તારીખે ખાતેદાર દ્રારા ૧.૪૯ કરોડની રકમ જમા કરાવી હતી. જેથી તેની સામે સીબીઆઇએ ફરિયાદ નોંધી હતી.
અરજદાર તરફથી એડવોકેટ ચેતન પંડાએ રજૂઆત કરી હતી કે, પરિપત્રમાં માત્ર મહત્તમ નાણાં ઉપાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહત્તમ રકમની ડિપોઝિટ બાબતો કોઇ સ્પષ્ટ્રતા કરી ન હતી. જો કેવાયસી સિવાય પણ ખાતેદારને તેના ખાતામાં વધુ રકમ જમા કરાવવા દેવામાં આવે તો પણ તેને ગુનો ન ગણાય. સીબીઆઇ તરફે એવી રજૂઆત કરાઇ હતી કે,પાશ્ર્વનાથ મોટર્સના આવા બીજા બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં ૨.૭૩ કરોડની ડિપોઝિટ કરાયા હતા. એટલે કુલ ૪.૨૦ કરોડ ડિપોઝિટ કરાયા હતા. તેમણે સરકારી નાણાં સાથે ઉચાપત કરી હતી

Comments

comments