‘નો બીલ, નો પેમેન્ટ’: રેલવેની નવી નીતિ લાગુ

July 19, 2019 at 11:22 am


હવે ટ્રેનમાં કે પ્લેટફોર્મ પર ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ ખરીદતા સમયે સંબંધિત વેપારી પાસેથી બિલની માંગણી જરુર કરો. જો વેપારી બિલ આપવાની ના પાડે તો તમે ખરીદેલી વસ્તુઆે મફત મેળવવા હકદાર બની જશો. ભારતીય રેલવેએ યાત્રીઆે માટે નો બીલ, નો પેમેન્ટની નીતિ લાગુ કરી દીધી છે. ટ્રેન કે રેલવે પ્લેટફોર્મ પર જો કોઈ વેપારી બિલ આપવાની ના પાડે તો તેને પૈસા આપવાની જરુર નથી. રેલ મંત્રી પીયુષ ગોયલે ટિંટ કરીને આ જાણકારી આપી હતી.

નો બિલ, નો પેમેન્ટ નીતિનો ફાયદો યાત્રીઆેને થશે. આ પહેલા કોઈપણ વેન્ડર તમારી પાસે નક્કી કરેલ બિલથી વધારે પૈસા વસુલી શકશે નહી. બીજી તરફ પીઆેએસ મશીનથી ચૂકવણી પર તમને બિલ પણ આપવામાં આવશે. જો તમને બિલ ના મળે તો પીયુષ ગોયલે બતાવ્યું છે કે તમારે શું કરવું જોઈએ. પીયુષ ગોયલે પોતાના ટિંટમાં કહ્યું છે કે જો તમને બિલ આપવામાં આવતું નથી તો વેન્ડરે મફત ખાવાનું આપવું પડશે. એનો મતલબ એ થયો કે પીઆેએસ મશીનથી ચૂકવણી કરવા પર કોઈ તમારી સાથે દગાખોરી કરી શકશે નહી.

પીયુષ ગોયલે પોતાના ટિંટમાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે પીઆેએસ મશીનની આ સુવિધા ટ્રેનો અને પ્લેટફોર્મ પર શરુ થઈ ગઈ છે. પીયુષ ગોયલે પોતાના ટિંટમાં આશા વ્યક્ત કરી છે કે આનાથી રેલવેમાં પારદશિર્તા વધશે.

Comments

comments

VOTING POLL