નૌકાયાન-ટેનિસમાં ભારતને ગોલ્ડ મેડલ

August 24, 2018 at 7:12 pm


એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસની શઆત ભારત માટે સોનેરી રહેવા પામી હતી અને ભારતે નૌકાયાનમાં 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ જીત્યા હતા. નૌકાયાનમાં ક્વાડરૂપલ સ્કલ્સમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. દુષ્યંતે મેન્સ લાઈટવેટ સિંગલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતીય ટીમ (રોહિત કુમાર અને ભગવાનસિંહ)એ મેન્સ લાઈટવેટ ડબલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં ભારતને નૌકાયાનનો બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારતના ખાતામાં કુલ 21મું મેડલ છે. આ ઉપરાંત ટેનિસની રમતમાં રોહન બૌપ્ના અને શરણની જોડીએ ગોલ્ડ મેડલ જીતતા એક જ દિવસમાં ભારતને બબ્બે ગોલ્ડ મળ્યા હતાં. આ ઉપરાંત આજે ભારતની નજર શૂટર હિના સિદ્ધ, મનુ ભાકર સહિતના ખેલાડીઓ ઉપર રહેશે. જ્યારે હેન્ડબોલની રમતમાં પણ ભારતને મેડલ મળવાની સંભાવના છે.
બીજી બાજુ મેડલ જીતાડનાર દુષ્યંતની તબિયત બગડતાં તેને સ્ટ્રેચર પર હોસ્પિટલે લઈ જવાયા હતો. દુષ્યંતે નૌકાયાનમાં પુરુષોની લાઈટવેટ સિંગલ સ્કલ્સ સ્પધર્નિા ફાઈનલમાં ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં દુષ્યંતે આ સ્પધર્નિે પૂરી કરવા માટે 7 મિનિટ અને 18.76 સેક્ધડનો સમય લીધો હતો.
આ દરમિયાન તેની તબિયત બગડી ગઈ હતી અને મેડલ સેરેમની બાદ તેને સ્ટ્રેચર પર લઈ જવાયો હતો. દુષ્યંત હાઈ બ્લડપ્રેશરથી પરેશાન હતો અને પદક લઈને પોડિયમ પરથી ઉતયર્િ બાદ તેની હાલત બગડી હતી.

Comments

comments

VOTING POLL