ન્યાયતંત્ર માટે આવકારદાયક કડવો ડોઝ

October 13, 2018 at 11:06 am


આપણે ત્યાં ન્યાયતંત્ર માટે દેર હે પર અંધેર નહિ હે એવું કહેવામાં આવે છે અને આ દેર એટલે કે ન્યાય મેળવવામાં થતો વિલંબ.દેશમાં જે રીતે ક્રાઇમનો ગ્રાફ વધતો જાય છે તેની સામે કેસ ચલાવવા માટે જજની સંખ્યા નથી. આ અસંતુલનને કારણે જુદી જુદી અદાલતોમાં પેન્ડિંગ કેસની સંખ્યા વધતી જ જાય છે. એક અંદાજ પ્રમાણે 3 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે.આવી સ્થિતિથી પુરેપુરા વાકેફ નવનિયુક્ત ચીફ જસ્ટિસ ગોગોઈએ ન્યાયતંત્રને એક કડવો પણ આવકારદાય ડોઝ આપ્યો છે.

ચીફ જસ્ટિસ આેફ ઈન્ડિયાનો પદભાર સંભાળ્યા બાદ રંજન ગોગોઈએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાઈકોર્ટના વરિષ્ઠ જજો સાથે વાત કરી હતી અને તમામને કોર્ટના કામ પૂરાં કરવા પર ધ્યાન કેિન્દ્રત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જસ્ટિસઃ ગોગોઈએ જજોને ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારનો મુકાબલો કરવાની વાત ઉપર પણ ધ્યાન કેિન્દ્રત કર્યું હતું. જસ્ટિસઃરંજન ગોગોઈએ હાઈકોર્ટના જજોને કાર્યદિવસના દિવસે રજા નહી લેવા કહ્યું છે. આ ઉપરાંત કામ કરવાના કલાકો દરમિયાન કોર્ટમાં હાજર રહેવા પણ જણાવ્યું છે. જસ્ટિસ ગોગોઈએ પડતર કેસોના જલદી ઉકેલ માટે નીચલી અદાલતમાં ખાલી પડેલા પદોને ભરવાની પણ વાત કરી હતી.

એક અંદાજ પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં 55 હજાર, જુદી જુદી હાઇકોર્ટોમાં 32.4 લાખ અને નીચલી અદાલતોમાં 2.77 કરોડ કેસ પેન્ડિંગ છે અને અત્યારે જે ગતિએ ન્યાય તંત્ર કામ કરે છે તે જોતા આવનારા 50 વર્ષ સુધી આ કેસનો નિકાલ થાય તેમ નથી. આ સ્થિતિ જોયા પછી જસ્ટિસ રંજન ગોગોઈએ એક દશકથી વધુ સમયથી કોર્ટમાં અંતિમ ચુકાદા માટે પડતર રહેલાં અપરાધિક કેસને જલદીથી પૂરાં કરવાની શરુઆત કરી છે.

Comments

comments

VOTING POLL