ન્યારી-1 ડેમમાં ભરઉનાળે નર્મદાનીર ઠાલવવાનું બંધ

April 15, 2019 at 4:47 pm


પચ્છિમ રાજકોટના મુખ્ય જળક્રોત ન્યારી–૧ ડેમમાં હાલ ભર ઉનાળે સૌની યોજના અંતર્ગત ઠાલવવામાં આવતું નર્મદાનીર આપવાનું એકાએક બધં કરી દેવામાં આવતાં ડેમની સપાટી ઝડપભેર ઘટવા લાગી છે. શહેરથી ૧૦ કિલોમીટર દૂર કાલાવડ રોડ પર આવેલા ન્યારી–૧ ડેમમાં ૧લી માર્ચથી ૧લી એપ્રિલ સુધી નર્મદાનીર ઠાલવવામાં આવ્યા બાદ સળગં છેલ્લા એક પખવાડિયાથી નર્મદાનીર ઠાલવવાનું બધં કરી દેવામાં આવ્યું છે જેના પગલે કુલ ૨૫ ફટની ઉંડાઈના ન્યારી–૧ની સપાટી ઘટીને ૧૩.૬૧ ફટ થઈ ગઈ છે અને હવે માંડ એક મહિનો ચાલે તેટલું પાણી ઉપલબ્ધ રહ્યું છે. જો વરસાદ ખેંચાય તો હાલત માઠી થવાના અેંધાણ વર્તાઈ રહ્યા છે. વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મચ્છુમાંથી પમ્પીંગ કરીને ન્યારી–૧માં નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યું છે પરંતુ ઉચ્ચ કક્ષાએથી સુચના મળતાં તા.૨ એપ્રિલથી ન્યારી–૧માં નર્મદાનીર આપવાનું બધં કરી દેવાયું છે. બીજી બાજુ ન્યારીમાંથી પાણી ઉપાડવાનું સતત ચાલું છે. દરરોજ ૪૫ એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે અને જો તે મુજબ પાણી ઉપાડવાનું ચાલું રાખવામાં આવે તો મહત્તમ ૩૦ જૂન સુધી ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ છે. એક તબક્કે ન્યારીની સપાટી ૧૫ ફટે પહોંચી ગઈ હતી પરંતુ હાલ ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા વધુ ઝડપથી થતી હોય તેમજ જળમાગમાં વધારો થતાં ઉપાડ પણ વધતો હોય સપાટી સતત ઘટી રહી છે. સૂત્રોએ ઉમેયુ હતું કે સિંચાઈ વિભાગે પાણી આપવાનું બધં કરી દીધું છે. યારે સિંચાઈ વિભાગના વર્તુળોનો સંપર્ક સાધતાં તેમણે એમ કહ્યું કે ઉપરથી કોઈ સુચના નથી. મચ્છુમાંથી પમ્પીંગ ચાલું થાય તો જ ન્યારી–૧માં પાણી આપી શકાય છે

Comments

comments

VOTING POLL