પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોના મોત

August 12, 2018 at 12:00 pm


હાલોલ બોડેલી રાજ્ય ધોરી માર્ગ પર આવેલ જબાન ગામે ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો. જેમાં એક જ પરિવાર મોતનો કોળિયો બન્યાે હતો. ઝબાન ગામ નજીક ગાડી કારચાલકે સ્ટેરીગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સજાર્યો હતો. જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે.બોડેલીમાં આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડéા હતા. તમામ મૃતદેહોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. જ્યારે આ ઘટનામાં 2 ઇજાગ્રસ્તોને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. હાલ પોલીસ પણ અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ શરુ કરી છે.આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ઈન્ડિકા ગાડીનું ટાયર ફાટતા કાર નાળામાં ખાબકી હતી. નાળામાં પાણી હોવાને કારણે એક જ પરિવારના પાંચ દિકરા અને બે દિકરીઆે પાણીમાં ગરકાવ થઈ જતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા. જ્યારે એક બાળકીને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બોડેલીનો ખત્રી પરિવાર હાલોલ ખાતે તેમના સંબંધિઆેને મળીને રાત્રે પરત ફરી રહ્યાે હતો ત્યારે તેમને અકસ્માત નડéાે હતો.

Comments

comments

VOTING POLL