પંચાયતી યોજનાઆેમાં ચૂકવણામાં થતી ગરબડને લઈને તકેદારી આયોગ મેદાનમાં

February 12, 2019 at 11:25 am


પંચાયતી યોજનાની અમલવારીમાં થતી ગરબડ ને લઈ ને રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગના કર્મચારી, અધિકારીઆે ના કાન આમડીયા છે. પંચાયત વિભાગ હસ્તકની યોજનાઆે ની અમલવારી મા પૂરતી કાળજી લેવાય તે જરુરી હોવાની વાત યાદ દેવડાવી સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે દરેક યોજનામાં થતા કામોમાં સંબંધિત અધિકારી કર્મચારીઆેએ સ્થળ ઉપર જઈને તથા ધારાધોરણ મુજબ કામ છે કે નહી તેની તપાસ કરવી ત્યાર બાદ જ ચુકવણું કરવા અને તેનું રજીસ્ટર નિભાવવાના ના આદેશ આપ્યા છે.

મળતી વિગતો મુજબ ગત મહિને સરકાર આ બાબતે ખાસ કરીને સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક યોજનામાં થતા કામોમાં સંબંધિત અધિકારીઆે કે કર્મચારીઆે સ્થળ ઉપર રુબરુ ચકાસણી કરવાના નિયત થયેલા ધારાધોરણ મુજબ કામ કરવું ફરજિયાત છે સરકારી કામકાજોમાં થઈ રહેલા ગોટાળાને કારણે તકેદારી આયોગ એ અમલવારીમાં મોટા પાયે ગડબડ થતી હોવાનું સરકારના ધ્યાન મૂક્યું છે જેને લઇને સરકાર દ્વારા વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી.

તકેદારી આયોગ દ્વારા પણ પંચાયતની યોજનાઆેની અમલવારીમાં તેની જાળવણી અને નિભાવણી બાબતે કડક વલણ અખત્યાર કરતા પંચાયત વિભાગ આ અંગે પરિપત્ર કરવાની ફરજ પડી છે આ સંબંધે તમામ કચેરીઆેને વિધિવત જાણ કરીને આદેશ કરવામાં આવ્યા છે કે પંચાયત હસ્તકની કોઈપણ યોજના ના ચૂકવણા પહેલા તમામ પ્રકારની ચકાસણી હાથ ધર્યા બાદ જ નાણાંની ચુકવણી કરવી આમ છતાં કોઈપણ પ્રકારની ગડબડ બહાર આવશે તો તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ પરિપત્રમાં આપવામાં આવી છે..

Comments

comments

VOTING POLL