પંજાબ નેશનલ બેન્કમાં ત્રણ નાની બેન્કોના વિલિનીકરણની તૈયારી

May 22, 2019 at 11:27 am


નવી સરકાર બનવાને હવે એક દિવસની વાર રહી છે ત્યારે તે બનતાંની સાથે જ બેન્કોના પુનર્ગઠનની પ્રક્રિયા પણ તેજ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, આંધ્ર બેન્ક, અલ્હાબાદ બેન્કનું પંજાબ નેશનલ બેન્કમાં વિલીનીકરણ થઈ શકે છે.
કેન્દ્રની કોશિશ છે કે લાંબા સમયથી ખોટના ખાડામાં ચાલી રહેલી ક્ષેત્રિય બેન્કોનું કોઈ મોટી બેન્કમાં વિલિનીકરણ થઈ જવું જોઈએ જેથી તેનું ફસાયેલું કરજ ઓછું થઈ શકે અને ગ્રાહકોને શ્રે સુવિધા મળી શકે. નવી સરકાર આવ્યા બાદ વિલયનો આ પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે અને આગલા ત્રણ મહિનામાં પંજાબ નેશનલ બેન્ક આ નિયંત્રણ હાથમાં લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ગ્રાહકોને સસ્તું કરજ પૂરું પાડવા માટે સબસીડી તરીકે ૪૮,૭૫૭ કરોડ રૂપિયા પૂરા પાડવા વિચારણા કરી રહી છે.

Comments

comments

VOTING POLL