પટેલ યુવાને વ્યાજે લીધેલા એક કરોડથી વધુની રકમ માટે કારખાનાને વ્યાજખોરોએ તાળાં મારી દીધાં

May 25, 2019 at 4:54 pm


મવડી પોલીસ હેડ કવાર્ટર પાસે આવેલ અંબિકા ટાઉનશીપ નજીક કસ્તુરી રેસીડેન્સીમાં રહેતા અને ગોંડલ રોડ ચોકડી પાસે રાધે એન્જીનીયરીંગ સામે પ્લાસ્ટીકનું મોલ્ડીંગ કામ કરત મયુરભાઈ દેવરાજભાઈ મોરીના પત્ની ધારાબેને લોક દરબારમાં આવી શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી કે, તેના પતિ મયુરભાઈએ અગાઉ ધંધા માટે અલગ અલગ વ્યાજખોરો પાસેથી પાંચ ટકાથી લઈ ૨૦ ટકા સુધીના તોતીંગ વ્યાજે અંદાજે રૂા. એક કરોડથી વધુની રકમ લીધી હતી. કટકે કટકે પોણા ભાગની રકમ ચુકવી દીધી હોવા છતાં વ્યાજખોરોએ શારીરીક માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના કારખાનાને તાળાં લગાવી દઈ કબજો કરી લીધો હતો. તથા અન્ય વ્યાજખોરોએ તેઓની કાર ઝુંટવી લીધી હતી અને બીજા વ્યાજખોરોએ કોરા ચેક પડાવી લઈ તેના પર મોટી રકમ ભરી લઈ ચેક રીર્ટનના કેસ કરી યેનકેન પ્રકારે ત્રાસ આપતા પટેલ પરિવાર રસ્તા પર આવી જતાં મયુરભાઈના પત્ની ધારાબેને લોક દરબારમાં ફરિયાદ કરતા તેઓને ન્યાય અપાવવા તાકીદ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ.વણઝારા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL