પડયા પર પાટુંઃ છેલ્લા ત્રણ ટેસ્ટમાંથી ભુવનેશ્વર કુમાર આઉટ

August 18, 2018 at 6:43 pm


ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીમાં 0-2થી પાછળ ચાલી રહી છે. જેથી ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ કોઈપણ ભોગે વાપસી કરવી પડશે. અંતિમ બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ટ્રેન્ટ બ્રીજમાં રમાનાર ત્રીજી ટેસ્ટ પછી જ કરવામાં આવશે. ત્રીજી ટેસ્ટ 18 આેગસ્ટથી શરુ થઈ રહી છે. ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર છે કે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. કારણ કે તે પોતાની ઇજાથી સ્વસ્થ થયો નથી. ભુવનેશ્વર કુમાર પીઠની ઈજાથી ઝઝુમી રહ્યાે છે. તેણે આ વર્ષની શરુઆતમાં દક્ષિણ આqફ્રકા પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એવા સમયે ટીમ મેનેજમેન્ટને આશા હતી કે તે ઇંગ્લેન્ડ પ્રવાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે ભુવનેશ્વર હુજુ પણ નેશનલ qક્રકેટ એકેડમી બેંગલુરુમાં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યાે છે. સુત્રોના મતે હજુ તે સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. બીસીસીઆઈ શરુઆતની ત્રણ ટેસ્ટની જાહેરાત સમયે આશા વ્યક્ત કરી હતી કે ભુવનેશ્વર અંતિમ બે ટેસ્ટમાં ફિટ થઈ જશે પણ આમ બની શક્યું નથી.
જોકે આ પ્રવાસમાં ભારતની સમસ્યા બોલિંગ નહી પણ બેટિંગ રહી છે. ભારતના બેટ્સમેનો બન્ને ટેસ્ટમાં ખરાબ રીતે ફ્લાેપ રહ્યા છે. વિરાટ કોહલીને છોડી દેવામાં આવે તો બીજા બેટ્સમેનો માંડ માંડ પિચ પર ટકી શકે છે. પ્રથમ ટેસ્ટમાં ભારતનો 31 રને પરાજય થયો હતો અને બીજી ટેસ્ટ ઇનિંગ્સ અને 159 રને ગુમાવી હતી.

Comments

comments

VOTING POLL