પતંગ–પિચકારી પછી હવે સોના–ચાંદીની જવેલરીમાં છવાયા પીએમ મોદી

April 20, 2019 at 4:49 pm


અત્યાર સુધી પિચકારી, પતંગ, ટોપી, ચશ્મા, કીચેન, મોબાઈલ સ્ટેન્ડ અને સાડી સહિતની રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં ભાજપ અને મોદી છવાયેલા હતા. હવે, લોકસભા ચૂંટણી પહેલા સોના ચાંદીની જવેલરીમાં પણ પ્રધાનમંત્રી મોદી જોવા મળી રહ્યા છે. રાજકોટના સોની બજારમાં આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા અને ભાજપના કમળની ૩૦૦૦થી વધુ રિંગ(વીંટી) બનાવવામાં આવી છે, જેને ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર્ર સહિત ૧૨ થી વધુ રાયોમાં મોકલવામાં આવી છે…

અત્યાર સુધી પિચકારી, પતંગ, ટોપી, ચશ્મા, કીચેન, મોબાઈલ સ્ટેન્ડ અને સાડી સહિતની રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં ભાજપ અને મોદી છવાયેલા હતા. હવે, લોકસભા ચૂંટણી પહેલા સોના ચાંદીની જવેલરીમાં પણ વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે. રાજકોટના સોની બજારમાં આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા અને ભાજપના કમળની ૩૦૦૦થી વધુ રિંગ(વીંટી) બનાવવામાં આવી છે, જેને ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર્ર સહિત ૧૨ થી વધુ રાયોમાં મોકલવામાં આવી છે. સોના–ચાંદીના ઘરેણાં બનાવવા માટે રાજકોટ પહેલેથી જ પ્રખ્યાત છે. બોલીવુડના સ્ટારથી માંડી મોટા ઉધોગપતિ અને નામાંકિત લોકોએ રાજકોટમાં સોના–ચાંદીના ઘરેણાં તૈયાર કરાવ્યા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોના–ચાંદીની જવેલરીમાં છવાયા છે. રાજકોટના સોની વેપારીએ સોના અને ચાંદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અને ભાજપના લોગો કમળવાળી ૩૦૦૦ થી વધુ વીંટી તૈયાર કરી છે. રાજકોટના વેપારીએ તૈયાર કરેલી આ વીંટી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર્ર, ઉત્તરપ્રદેશ સહિત દેશના ૧૨થી વધુ રાયોમાં મોકલવામાં આવી છે અને હવે તેની માગમાં વધારો થયો છે. વેપારીએ ચાંદીમાં ૪ થી ૬ ગ્રામ અને સોનામાં ૨ થી ૮ ગ્રામ સુધીની વીંટી બનાવી છે. રાજકોટના વેપારીએ કુલ ૬ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તે પૈકી ૩ ડિઝાઇન લોકોએ વધુ પસદં કરી હતી અને આ ૩ ડિઝાઇન આજે ગુજરાત સહિત અન્ય રાયોમાં લોકો ખરીદી રહ્યા છે

Comments

comments