પતિએ જ ત્રણ મિત્રને ફસાવવા પત્ની પર ‘ગેંગરેપ’ની સ્ટોરી ઘડ

February 28, 2018 at 3:22 pm


મવડી ચોકડી પાસે વિશ્વનગર કવાર્ટર્સમાં આજે સવારે કહેવાતી સામૂહિક બળાત્કારની ઘટનામાં નાટયાત્મક વળાંક આવ્યો છે. ભોગ બનેલ મનાતી મહિલા અને તેના પતિના ગોળ ગોળ નિવેદનને પગલે સમગ્ર બનાવ શંકાસ્પદ જણાતા પોલીસે બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરવા મામલતદાર સમક્ષ મહિલાનું નિવેદન મેળવ્યું હતું જેમાં સમગ્ર બનાવ પોકળ સાબીત થયો હતો. એટલું જ નહી ખુદ પતિએ જ પોતાના ત્રણ મિત્રને બ્લેકમેઈલ કરવા માટે પત્ની પર ગેંગરેપ થયાની સ્ટોરી ઘડી કાઢી હોવાનું સામે આવ્યું હતું. ઘરધણીને પત્ની સાથે જોઈ ગયા બાદ તેની પાસેથી પૈસા કઢાવવા માટે ખુદ પતિએ જ સમગ્ર બનાવ ગેંગરેપ હોવાનું જાહેર કરવા પત્ની પર દબાણ કર્યું હતું. પગમાં છરી પણ પતિએ જ મારી બળાત્કારમાં હુમલો કરાયાની વાત ઉપજાવી કાઢી હતી.

વિશ્વનગર કવાર્ટર્સમાં બ્લોક નં.20માં રહેતી સંતોકને તેનો પતિ પ્રકાશ રમેશ રાણા આજે વહેલી સવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લાવ્યો હતો. સંતોકને પગમાં છરી લાગી હતી. માલવિયાનગર પોલીસના પીએસઆઈ જે.કે. પાંડાવદરાએ લીધેલા પ્રાથમિક નિવેદનમાં સંતોક પર પ્રકાશના મિત્ર કમલેશ લાલજી ગુપ્તા, મહેશ રાઠોડ અને અમીત રાઠોડે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સોમવાર અને મંગળવારે બળજબરી આચરવાની સાથે ગતરાત્રે રેપ કર્યા બાદ ખૂનની ધમકી આપીને કમલેશે સંતોકને પગમાં છરી ઝીકી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

શહેરમાં ગેંગરેપ થયાની કથિત ઘટનાને પગલે એસીપી હર્ષદ મહેતા, ક્રાઈમ બ્રાન્ચ માલવિયાનગર પોલીસ તેમજ પ્ર.નગ પોલીસનો કાફલો દોડતો થયો હતો. પ્રાથમિક નિવેદનમાં સોમવારે રેપ થયો તો પરિણીતાએ પતિને વાત કેમ ન’તી કરી ? રેપ કોણે કોણે કર્યો હતો ? છરીથી માર કોણે માર્યો હતો ં વગેરે પ્રશ્નોના દંપતી પાસેથી ગોળગોળ જવાબ મળતા પોલીસને બનાવ શંકાસ્પદ જણાઈ આવ્યો હતો. એટલું જ નહી પ્રકાશ અને તેના મિત્રો વચ્ચે પૈસાની લેવડ-દેવડનો પણ વિવાદ હોવાનું જણાતા આ બનાવમાં કાચું

કપાઈ ન જાય તે માટે પોલીસે મામલતદાર તેમજ મહિલા અગ્રણીઆેની હાજરીમાં સંતોકનું નિવેદન મેળવ્યું હતું.

આ નિવેદન મુજબ અમદાવાદ બનેવીના ખબર અંતર પૂછવા ગયેલો પ્રકાશ રાણા ગત રાત્રે 2-30 વાગ્યે ઘરે આવ્યો ત્યારે કમલેશને પોતાના ઘરે જોઈ નવાઈ પામ્યો હતો. આ બાબતે પૂછતાં પત્નીએ એવો જવાબ આપ્યો કે એ તો મકાન માલિક છે ગમે ત્યારે આવે. આ પ્રકારની વાતચીત બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. વહેલી સવારે 6 વાગ્યે ફોન કરીને પ્રકાશે કમલેશને બોલાવીને પૈસાની માગણી કરી હતી અને પૈસા નહી મળે તો મહેશ, અજીત અને તારા વિરૂધ્ધ ગેંગરેપની ફરિયાદ કરીશ. જો કે, આ ધમકીથી કમલેશ ડર્યો નહી અને પૈસા આપવાની ના પાડી ચાલ્યો ગયા બાદ પ્રકાશે પત્નીને પગમાં છરીનો ઘા ઝીકયો હતો અને તેના પર ત્રણેય મિત્રોએ સામૂહિક બળાત્કાર કરી હુમલો કર્યો હોવાની ફરિયાદ નાેંધાવવા માટે દબાણ કર્યું હતું.

આ પ્રકારની વિગતો સામે આવતાં પોલીસે પ્રકાશ રાણા વિરૂધ્ધ પત્ની પર હુમલો કરવા તેમજ તેને ગેંગરેપની ફરિયાદ માટે ખોટી વિગતો જાહેર કરવા અંગે ગુનો નાેંધવા તજવીજ હાથ ધરી હતી.

આડાસંબંધની જાણ થતાં ત્રણેય મિત્રો પાસે પૈસા પડાવવાનો મહિલાના પતિએ કારસો ઘડયો હતો

વિશ્ર્વનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા પ્રકાશ રમેશ રાણાએ તેના ઘર નજીક રહેતા કમલેશ ગુા સાથે તેની પત્નીને આડા સંબધં હોવાની શંકાએ ખોટી સ્ટોરી બનાવી ત્રણેય મિત્રોને તેમાં ફસાવી પૈસા પડાવવનો કારસો ઘડયો હતો.

પ્રકાશે સંતોક સાથે ત્રીજા લગ્ન કર્યા હતાં

વિશ્ર્વનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતો પ્રકાશ રમેશ રાણાએ અગાઉ સુનિતા નામની યુવતી સહિત બે લ કર્યા હતાં. તે બન્નેને છુટાછેડા આપી સંતોક સાથે ત્રીજા લ કર્યા હતાં.

પતિ સામે નોંધાતો ગુનો: અટકાયત

વિશ્ર્વ નગર આવાસ યોજના કવાર્ટર નં.૨૨૧૮માં રહેતી સંતોષબેન પ્રકાશ રાણા નામની મહિલા પર કમલેશ ગુા, અજીત રાઠોડ અને મહેશ રાઠોડે ગેંગરેપ ગુજારી છરીના ઘા ઝીંકયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાની હેઠળ એસીપી હર્ષદ મહેતા, પીએસઆઈ આર.એ.જાડેજા સહિતનો કાફલો હોસ્પિટલે દોડી જતાં તપાસ કરતા પતિ પ્રકાશ રાણાને તેની પત્ની સંતોક પર ચારીત્યની શંકા હોય અવારનવાર ત્રાસ આપતો હોય આજે સવારે મારકુટ કરી પગમાં છરીનો ઘા ઝીંકી ધમકી આપી સામુહિક બળાત્કારની ખોટી સ્ટોરી ઉભી કરી પોલીસને ગેર માર્ગે દોરી હોવાનું બહાર આવતા માલવીયાનગર પોલીસે પતિ પ્રકાશ રમેશ રાણા સામે ૩૨૬, ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૭૭ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પતિને પ્રથમ લથી બે અને બીજા લથી એક સંતાન

૨૧ વર્ષની યુવતીએ દોઢ વર્ષ પહેલા કેટરીંગનો ધંધો કરતા પ્રકાશ રાણા સાથે પ્રેમલ કર્યા હતા. યુવાનના બીજા લથી હાલ સાત માસનો પુત્ર છે. યુવાને અગાઉ પ્રથમ લગ્ન અમદાવાદની યુવતી સાથે કર્યા હતા. પાંચ વર્ષ પહેલા તેના છૂટાછેડા થયા હતા. આ પ્રથમ લથી તેને પાંચ અને સાત વર્ષના બે સંતાન છે.

કમલેશ ગુા ભૂતકાળમાં પણ હત્યાની કોશિશ, લૂંટમાં સંડોવાઈ ચૂકયો છે

પ્રકાશ રાણાએ જેને ફસાવવાની કોશિષ કરી એ કમલેશ ગુા ભુતકાળમાં પણ ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ચુકયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતંુ. અગાઉ તેની વિરૂધ્ધ ખુનની કોશિષ તેમજ લૂંટની ફરિયાદ નોંધાઈ ચુકી છે. દોઢ માસ પહેલા જ કમલેશે પોતાની ઓરડી પરિણીતા અને તેના પતિને ભાડે રહેવા માટે આપી હતી.

પતિ પ્રકાશ અગાઉ પોલીસનો બાતમીદાર હતો

અગાઉ અમદાવાદ રહેતો અને હાલ રાજકોટ વિશ્ર્વનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતો પ્રકાશ રમેશ રાણાએ સામુહિક બળાત્કારના ગુનામાં ત્રણ મિત્રોને ફસાવી દેવાનો પ્રયાસ કર્યેા હતો. જે ખોટી સ્ટોરી ઉભી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી તપાસ કરતા પ્રકાશ રાણા અગાઉ અમદાવાદ પોલીસનો બાતમીદાર હોવાનું બહાર આવ્યું હતું.

Comments

comments

VOTING POLL