પદમવત ફિલ્મના પ્રસારણ માટે વાયકોમ કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી

February 1, 2018 at 1:42 pm


પદમવત ફિલ્મના ભારે વિરોધ અને દેશભરમાં મચેલા ઉહાપાેહ બાદ હવે ગુજરાતમાં વિધિવત રીતે આ ફિલ્મ ગુજરાત રાજયમાં રિલીઝ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ થઇ છે. ફિલ્મ રિલીઝના તમામ હક્કાે ધરાવતી વાયકોમ કંપની દ્વારા આ રિટ અરજીની અરજન્ટ સુનાવણી હાથ ધરવા હાઇકોર્ટને વિનંતી કરાઇ હતી, જે ગ્રાહ્યા રખાતાં આ કેસની સુનાવણી હવે આજે હાથ ધરાય તેવી શકયતા છે. થિયેટરમાલિકોને વિશ્વસનીય સુરક્ષાની માંગણી સાથે અરજદારપક્ષ હાઇકોર્ટમાં આવ્યા છે, જેને લઇ સરકાર અને પાેલીસતંત્રના સુરક્ષાના દાવાઆે સામે પણ સવાલ ઉભા થયા છે. પÈાવત ફિલ્મની સામે રાજપૂત સમાજ અને કરણી સેનાના દેશભરના ઉગ્ર વિરોધ અને આંદોલનાે બાદ પરિસ્થિતિ વણસી હતી. પદમવત ફિલ્મને લઇ સુપ્રીમકોર્ટમાં થયેલી પિટિશનમાં પણ સુપ્રીમકોટેૅ આ ફિલ્મની રિલીઝ માટે લીલીઝંડી આપી હતી. જો કે, સુપ્રીમકોટેૅ લીલીઝંડી આપ્યા બાદ પણ રાજપૂત સમાજ અને કરણી સેનાનાે ફિલ્મ સામેનાે વિરોધ અને દેખાવો દેશભરમાં ચાલુ રહ્યાા હતા, જેમાં પદમવત ફિલ્મની રિલીઝના બે દિવસ પહેલાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આગચંપી અને તાેડફોડના છૂટાછવાયા બનાવો બન્યા હતા. અમદાવાદ શહેરમાં તાે ચારથી પાંચ મલ્ટીપલેક્સ થિયેટરની બહાર તાેડફોડ અને આગચંપીના બહુ ગંભીર અને ચકચારભર્યા બનાવો બન્યા હતા. જેમાં 101 વાહનાે તાેફાની ટોળા દ્વારા સળગાવી દેવામાં આવ્યા હતા. જેને લઇ અમદાવાદ સહિત રાજયના મોટાભાગના સ્થળોએ પદમવત ફિલ્મની રિલીઝ અટવાઇ પડી હતી. પÈાવત્ ફિલ્મને લઇ આ હિંસક બનાવો બાદ હવે ગુજરાત રાજયમાં આ ફિલ્મને રિલીઝ કરાવવા માટે વાયકોમ કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ થઇ છે. જેમાં બંધારણીય અધિકારને આગળ ધરી ફિલ્મની રિલીઝ કરાવવા અને સાથે સાથે પ્રજાના જાન-માલની સુરક્ષાને લઇ મલ્ટીપલેક્સ થિયેટરો સહિતના થિયેટરો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને પાેલીસ બંદોબસ્ત તૈનાત કરાવવા સહિતની માંગણીઆે કરવામાં આવી છે. અરજદારપક્ષ તરફથી શહેરના તાજેતરના આગચંપી અને તાેડફોડના બનાવોનાે આધાર રજૂ કરી વિશ્વસનીય સુરક્ષાની માંગણી કરી છે. મહત્વપૂર્ણ એવા કેસની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે.

Comments

comments

VOTING POLL