‘પદમાવત’ને આેસ્કરમાં મોકલવી જોઇએઃ શબાના આઝમી

February 6, 2018 at 5:54 pm


Spread the love

ગીતકાર જાવેદ અખ્તરે તેમની પત્ની શબાના આજમી સાથે સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ જોઇ. ફિલ્મ જોયા પછી જાવેદે તો તેના પ્રદર્શન વિશે થયેલી ધમાલ વિશે પ્રñ ઉઠાવ્યો જ, પણ શબાનાએ તો કહ્યું કે ફિલ્મને ભારત તરફથી આ ૅસ્કર માટે મોકલવી જોઇએ. જાવેદ અખ્તરે કહ્યું, મેં ફિલ્મ જોઇ અને મને લાગ્યું કે આ ફિલ્મ હાલના સમયમાં ભારતીય સિનેમાની એક ઉપલિબ્ધ છે. હું એ સમજી નથી શક્તો કે વિરોધ કરનારા લોકો કઇ વાતનો આમાં વિરોધ કરી રહ્યા છે. અખ્તરે કહ્યું હતું કે આ ફિલ્મ રાજપૂત સમુદાયના શૌર્ય અને મૂલ્યોની શુÙ રૂપથી એક જોશપૂર્ણ ગાથા છે.

શબાનાએ પણ ખૂબ જ પ્રશંસા કરતા કહ્યું હતું કે આ એક એવી ફિલ્મ છે, જેને આેસ્કર માટે ભારત તરફથી સત્તાવાર રીતે મોકલવી જોઇએ. આ ફિલ્મ જોઇને મારું દિલ ગર્વથી ભરાઇ ગયું. આ ફિલ્મ એવી છે, જેને દરેક ભારતીય જોઇ શકે છે. હું તેની વાતાર્માં સંપૂર્ણ રીતે તણાઇ ગઇ હતી. આ ફિલ્મ શાનદાર અને બેજોડ છે.

શબાનાની એ વાત સાચી છે કે આ ફિલ્મને આ ૅસ્કરમાં મોકલવી જોઇએ. સામાન્ય રીતે આ ૅસ્કર એવા ૅર્ડમાં એવી ફિલ્મો મોકલવામાં આવે છે કે તે આેફબીટ વિષય ધરાવતી હોય, તેમાં કલાકારો ઉત્કૃષ્ટ હોય પણ વ્યવસાયિક રીતે તે સુપરસ્ટાર ન હોય.

તે પણ આેફબીટ ફિલ્મો કરતા અને અભિનયમાં અવ્વલ પણ ચહેરે મહોરે સામાન્ય હોય. આવી જ ફિલ્મો એવા ૅર્ડ માટે લાયક હોય તે જરૂરી નથી, પણ ‘પદ્માવત’ કે ‘જોધા અકબર’ કે ‘મુગલ-એ-આઝમ’ જેવી ફિલ્મો મોટા પડદા પરની જાજરમાન ઐતિહાસિક ફિલ્મો પણ મોકલી શકાય, જે વાતાર્, કલાકાર, ભવ્યતા એ દરેક દૃિષ્ટએ ઉત્કૃષ્ટ હોય. અને આવી ફિલ્મો આપણી સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે.

આથી આવી વ્યવસાયિક ફિલ્મો પણ આૅક્સર માટે મોકલી શકાય, જેનું સિનેમેટિક રૂપ સુંદર હોય છે. એમાં અપવાદરૂપે ‘લગાન’ ફિલ્મ મોકલાઇ હતી, પણ તેમાં પણ 100 વર્ષ જૂની હતી.

તે કમશિર્યલ હતી, છતાંય આેફબીટ પ્રકારની જ હતી. જોકે, તેણે તો આૅસ્કરમાં રંગ જમાવ્યો હતો અને પ્રથમ પાંચ નોમિનેશનમાં આવી હતી.