‘પદમાવત’ ફિલ્મ 200 કરોડની ક્લબમા

February 6, 2018 at 5:51 pm


Spread the love

સંજય લીલા ભણસાલીની પીરિયડ ડ્રામા ‘પદ્માવત’ તેની રિલીઝ પહેલા મોટા પાયે વિરોધ ખમી ચૂકી છે અને હવે રિલીઝ થયા પછી તે બોક્સઆેફિસ પર સફળતાના ઝંડા ગાડી રહી છે. બે સપ્તાહમાં જ તેણે રૂ. 200 કરોડથી વધારે વ્યવસાય કરી લીધો છે. નિમાર્તાના જણાવ્યા પ્રમાણે 25મી જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે રૂ. 212.5 કરોડનું કલેકશન મેળવ્યું છે. બીજા સપ્તાહમાં તેનું રૂ. 46 કરોડનું કલેકશન થયું છે. બીજા સપ્તાહમાં બીજી કોઇ નવી ફિલ્મ રિલીઝ નહોતી થઇ આથી તેને ફાયદો થયો. જોકે, તે સમયે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ફિલ્મ રિલીઝ નહોતી થઇ. દીપિકા પદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મ આમ, રૂ. 200 કરોડની ક્લબમાં પહાેંચી ગઇ છે. રણવીરની રૂ. 200 કરોડની ક્લબમાં પહાેંચનારી આ પહેલી ફિલ્મ છે. આથી તે બહુ ખુશ છે.