પદ્ધર નજીક ટ્રક પાછળ કાર ભટકાતા આધેડનું મૃત્યુ

September 11, 2018 at 10:54 pm


પદ્ધર નજીક ટ્રક પાછળ કાર ભટકાતા આધેડનું મૃત્યુ
ગાંધીધામ ઃ ભુજ તાલુકાના પદ્ધર નજીક ભુજ – ભચાઉ રોડ ઉપર રસ્તા વચ્ચે ઉભેલી ટ્રક પાછળ કાર ભટકાતા આધેડનું મૃત્યુ નિપજયું હતું. પદ્ધર પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે, ભુજ – ભચાઉ રોડ ઉપર બીકેટી કંપની આગળ હાઈવે પર રોડની વચ્ચે વચ્ચે ઉભેલ ટ્રક નં. જી જે 1ર એડબલ્યુ 0311માં કાર નંબર જી જે 1ર એકે 1608 ભટકાતા કારમાં સવાર દામજીભાઈ આતુભાઈ મહેશ્વરી ઉ.વ. 49 રહે. સુમરાસર શેખનું ગંભીર હાલતમાં મૃત્યુ નિપજયું હતું અને હરેશ કરમશીભાઈ મહેશ્વરીને ઈજાઆે પહંચતા સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા. પાેલીસે ટ્રક ચાલક સામે ગુનાેનાેંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL