પદ્મ ભૂષણથી સન્માનિત ફિલ્મ એક્ટર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ નિધન, બોલીવુડમાં શોકનો માહોલ

June 10, 2019 at 2:03 pm


ટાઈગર જિંદા હૈ ફિલ્મમાં ટાઈગર સલમાનને અલગ અલગ મિશન સર કરાવનાર એકટર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે, છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગંભીર બીમારીના શિકાર હતા ત્યારે આજે વહેલી સવારે તેમના અલગ અલગ અંગો નિષ્ક્રિય થતા તેમનું નિધન થયું હતું. ગિરીશ કર્નાડ ભારતમાં 8 જનનપીઠ સન્માન મેળવનારા લોકોમાંના એક છે, તેઓ યયાતિ, તુગલક જેવી મહાન કૃતિઓના સર્જક હતા, જે કર્ણાટક તેમજ અન્ય રાજ્યોમાં ભણાવવામાં આવે છે.

તેઓ વર્ષ 1974માં પદ્મશ્રી અને વર્ષ1992માં પદ્મ ભૂષણથી સન્માનવામાં આવ્યા હતાં. તેઓ પ્રખ્યાત ટીવી શો ‘માલગુડી ડેઝ’માં સ્વામીના પિતાનું પાત્ર ભજવી ચુક્યા છે. એક જાણિતા લેખક સાથે તેઓ કન્નડ રંગમંચનાં પુરોધા છે. બીમારીને કારણે લાંબા સમયથી તેઓ પથારીવશ હતાં.
ડિરેક્ટર શ્યામ બેનેગલે 1976માં ગુજરાતની મિલ્ક મૂવમેન્ટ પર ‘મંથન’ નામની ફિલ્મ બનાવી હતી. જેમાં અમૂલના સર્જક અને મિલ્કમેન તરીકે પ્રખ્યાત વર્ગીસ કુરિયનનો રોલ ગિરીશ કર્નાડે ભજવ્યો હતો. આ ફિલ્મમાં એક્ટ્રેસ સ્મીતા પાટીલે પણ કામ કર્યું હતું. આ ફિલ્મ અમૂલ (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મ ભારતની સફેદ ક્રાંતિને વર્ણવવામાં આવી છે.

ગિરીશ કર્નાડની હિન્દીની સાથે સાથે કન્નડ અને અંગ્રેજી ભાષા પર પણ સારી પકડ હતી, આવા દિગ્ગજ નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ડિરેક્શન, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ સ્ક્રિન પ્લે, જનપથ એવોર્ડ, પદ્મ ભૂષણ, પદ્મ શ્રી, ફિલ્મ ફેર એવોર્ડ અને સંગીત નાટક અકાદમી ફેલો એવોર્ડ જીતી વિજેતા બન્યા છે, તેઓએ 18 જેટલી બૂક્સ પણ લખી છે, તેમની સૌથી ફેમસ લખેલી બુકએ નાગમંડલા છે જે ધણી સ્કૂલ્સ, કોલેજમાં સિલેબસમાં ભણાવવામાં આવે છે,

ગુજરાતના મિલ્કમેન કહેવાતા આ જાણીતા દિગ્ગજ કલાકારે 12 જેટલી ફિલ્મોનું ડિરેકશન કર્યું છે જેમાંથી એક હિન્દી ફિલ્મ ઉત્સવ છે, જે રેખા અને શશી કપૂર પર ફિલ્માવવામાં આવેલ હતી, ત્યારે 81 વર્ષના આવા દિગ્ગજના નિધનથી બોલીવુડમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

Comments

comments

VOTING POLL