પરપ્રાંતિય મજુરોને કામે રાખતા પહેલા પોરબંદર પંથકના ખેડૂતો ચેતે

September 10, 2018 at 1:45 pm


પોરબંદર પંથકમાં પરપ્રાંતિય ખેતમજુરો કામે આવે છે તેની આેળખ અને પૂરતી માહિતી લીધા પછી જ કામે રાખવા જોઈએ. સમગ્ર ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી માણસો રોજગારી માટે આવે છે. જેમાં ઉદ્યાેગો, ખેતીવાડી વિગેરે દ્વારા રોજગારી મળે છે તેમ આપણી વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પણ ગુજરાતના આદિવાસી વિસ્તાર તેમજ મધ્યપ્રદેશથી માણસો રોજગારી માટે આવે છે અને પોરબંદર જિલ્લા તેમજ તાલુકામાં વધુ ને વધુ ખેતીવાડીમાં કામ કરવા મજુરો આવે છે. પરંતુ આ પરપ્રાંતીય મજુરો ત્યાં તેમના વતનમાં કોઈ ગુન્હાખોરી કરીને આવતા હોય તેવા લોકો અહી ખેતમજુરીએ રહી અને વાડી વિસ્તારમાં ખેડૂતો તેમને રહેવાની સગવડ કરી આપે છે. પરંતુ અમુક ગુન્હાહીત માનસ ધરાવતા લોકો થાેડા દિવસોમાં ઘણું બધું જાણી લ્યે છે. દા.ત. ખેડૂતોના ઘરના સભ્યો કેટલા છે ં ખેડૂત કેટલો સુખી છે ં એવી ઘણી ઝીણીઝીણી બાબતોથી વાકેફ થઈ અને ખેડૂતોને ત્યાં ચોરી કરે છે અને ત્યારબાદ તેમના રાજ્યમાં જતા રહે છે. જેથી પોલીસને પણ આરોપીઆે સુધી પહાેંચવું મુશ્કેલ બને છે. તો આ બાબતે પોરબંદર જિલ્લાના ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. અને ખેતમજુરીએ રાખતા પહેલાં જે-તે પોલીસ સ્ટેશનમાં પોલીસમાં જાણ કરવી જરૂરી છે. જેમાં એક ફોર્મ હોય છે તેમાં મજુરનો ફોટો, તેનું વતન, જિલ્લાે, મોબાઈલ નંબર સાથે ખેડૂતનો ફોટો, ખેડૂતના મોબાઈલ નંબર વિગેરે પૂરી જાણકારી સાથે જે-તે પોલીસ સ્ટેશનમાં વિગત આપવી જરૂરી છે. જેથી કાંઈ બનાવ બને તો પોલીસને પણ ગુન્હેગારો સુધી પહાેંચવામાં સરળતા રહે.
આશરે છએક મહિના પહેલાં એટલે કે ફેબ્રુઆરી 2018 માં ભારવાડાના ખેડૂત અને બેરણ સીમ વિસ્તારમાં રહેતા ભીમા નાથા મોઢવાડીયાની વાડીમાં અગાઉ પરપ્રાંતિય મજુર કુલ પાંચ જણાએ રાત્રીના લૂંટના ઈરાદે આ ખેડૂતનું મર્ડર કરી બળજબરીથી ઘર ખોલાવી રોકડ તેમજ દાગીના લૂંટી પલાયન થઈ ગયેલ. ત્યારબાદ પોરબંદર પોલીસે ખૂબ જ મહેનત કરી એકાદ મહિના બાદ સગડ મેળવેલ અને ભીમસીગ નામના પરપ્રાંતીય મજુરને શોધી કાઢેલ. પરંતુ તેમની સાથેના 4 સાગ્રીતનો હજુ પત્તાે નથી. પરંતુ જો ખેડૂતો પરપ્રાંતીય મજુરોની ડીટેઈલ જેમ કે ફોટો, આઈ.ડી. પ્રૂફની ઝેરોક્ષ, મોબાઈલ નંબર વિગેરે જે-તે પોલીસ સ્ટેશનમાં રજુ કરે તો ગુન્હાહીત માનસ ધરાવતા પરપ્રાંતીય મજુરો સો વખત ગુન્હો કરતા વિચારે. કારણ કે તેમને ખબર હોય છે કે આપણો તમામ રેકર્ડ પોલીસ સ્ટેશનમાં છે તો આ બાબત ખેડૂતોના હીતમાં છે અને પોલીસને પણ કોઈ બનાવ બને તો તાત્કાલીક સાચી દિશામાં તપાસ થઈ શકે.
ઉપરાંત કાયદાકીય રીતે પણ જો પોલીસને જાણ કર્યા વગર અજાÎયા ખેતમજુરોને રાખવામાં આવે તો પોલીસ પણ ખેડૂત વિરૂÙ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
આ ઉપરાંત જ્યારે કોઈપણ ગુન્હો બને જેમ કે ખૂન, લૂંટ, ચોરી વગેરે ગુન્હામાં પોલીસ જ્યાં સુધી ગુન્હેગારોને ન પકડે ત્યાં સુધી શહેરીજનો અને ગ્રામજનોમાં રોષ જોવા મળે છે પરંતુ તેમાં આપણે પણ બેજવાબદાર છીએ. જ્યારે આપણે સહકુટુંબ ઘરને તાળા મારી બે દિવસ, પાંચ દિવસ કે અઠવાડીયું-પંદર દિવસ, મહિના સુધી બહારગામ જઈએ ત્યારે પણ જે-તે પોલીસ સ્ટેશને સાદા કાગળમાં લેખિતમાં જાણ કરીએ કે આટલા દિવસો અમો બહારગામ છીએ અને ઘરને તાળા મારેલ છે તો 60 થી 70 ટકા ચોરીના બનાવ બનતા અટકી જાય.

Comments

comments

VOTING POLL