પરપ્રાંતીયો પરની હુમલાની ઘટના સંદર્ભે સાંજે રૂપાણી-અમિત શાહની બેઠક

October 11, 2018 at 4:28 pm


પરપ્રાંતીયો ગુજરાત છોડીને જઈ રહ્યા છે તે મામલો રાષ્ટ્રીયકક્ષા સુધી ગાજયો છે. વારાણસીમાં હિજરતને લઈને લાગેલા પોસ્ટરથી અકળાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આડે હાથ લીધા પછી આજે ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ અને વિજય રૂપાણી સાથે મહત્વની બેઠક મળનાર છે. તેમ સચિવાલયના સૂત્રોમાંથી જાણવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાને લઈને મુખ્યમંત્રીને ઠપકો આપીને પક્ષપાત રાખ્યા વગર અસરકારક કામગીરીની સલાહ આપી હતી જે આડકતરી રીતે હાલની સ્થિતિને કાબુમાં લેવા માટેની ગંભીર ટકોર ગણાવી શકાય છે.

છેલ્લા એક સપ્તાહની પરપ્રાંતીયો પર હુમલાને લઈને સ્ટેટ આઈબી અને સેન્ટ્રલ આઈબી ઉંઘતી ઝડપાઈ છે. સ્થાનિક વોટ બેન્કને રાજી રાખવા અને કાેંગ્રેસને પછાડવા માટે ખૂબ સમય વ્યતિત થયો દરમિયાન ભયભીત થયેલા પરપ્રાંતિયોની હિજરતની સંખ્યા 50 હજારને વટાવી જતાં સફાળુ જાગેલ તંત્ર બેઠકો કરી પણ જોઈએ તેટલી સ્થિતિ સુધરી નહી.

આ ઘટનાના પડઘા વચ્ચે નવરાત્રી માટે ગાંધીનગરના માણસામાં કુળદેવીના દર્શન કરવા આવેલા અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે મહત્વની બેઠક થનાર છે જે આવતા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવો વણાંક લાવી શકે છે.

એક બાજુ સ્ટેચ્યુ આેફ યુનિટીના લોકાર્પણ ટાણે જ પરપ્રાંતીયોનો મુદો ચગ્યો છે. રાષ્ટ્રીય એકતાની દુહાઈ દેનાર ભાજપ માટે આ લોકાર્પણ તા.5 આેકટોબરથી 20 આેકટોબર દરમિયાન વિવિધ રાજ્યોના પ્રવાસ નક્કી થઈ ચૂકયા છે. પરંતુ આજદિન સુધી એકપણ પ્રતિનિધિ મંડળ ગુજરાત બહાર ગયુ નથી.

ખાસ કરીને આ પ્રવાસમાં જો તેમનો વિરોધ થાય તો તેમનું નાક કપાવાની સ્થિતિ નિમાર્ણ થાય છે આથી ગભરાયેલા આ નેતાઆે અન્ય રાજ્યોના પ્રવાસ ટાળી રહ્યા છે.

Comments

comments

VOTING POLL