પરાજયની સાઈડ ઈફેકટ: લાલુએ ભોજનનો કર્યેા ત્યાગ: બોલવાનું પણ કયુ બંધ

May 26, 2019 at 12:31 pm


લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારથી આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ખૂબ સ્ટ્રેસમાં છે. પરિણામ આવ્યા પછી તેઓ સારી રીતે ઉંઘી પણ નથી શકતા. દિવસે તો તેમણે જમવાનું છોડી જ દીધુ છે અને રાત્રે પણ ખૂબ ઓછુ ખાય છે. ડોકટર્સે તેઓ બેચેનીથી પીડિત હોવાની શકયતા દર્શાવી છે. નોંધનીય છે કે, લાલુ ચારા કૌભાંડમાં સજા કાપી રહ્યા છે. આરજેડીએ લોકસભા ચૂંટણી માટે બિહારમાં કોંગ્રેસ અને આરએલએસપી સાથે ગઠબંધન કયુ હતું. પરંતુ તેમને એક પણ સીટ મળી નથી.

રિમ્સના પેઈંગ વોર્ડમાં એડિમટ લાલુનો ઈલાજ કરી રહેલા મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. ઉમેશ પ્રસાદે જણાવ્યું કે, ચૂંટણી પરિણામ આવ્યા પછી લાલુની દિનચર્યા ખૂબ અવ્યવસ્થિત થઈ ગઈ છે. તેઓ સવારે થોડો નાસ્તો કરે છે અને સાંજે ખૂબ મુશ્કેલથી થોડુ જમે છે. ખાવા–પાવીનું કોઈ ટાઈમ ટેબલ નથી તેથી તેમને ઈન્સ્યુલીન આપવામાં પણ મુશ્કેલી આવી રહી છે. જો ટૂંક સમયમાં જ દિનચર્યામાં સુધારો નહીં થાય તો સ્વાસ્થય પર ખરાબ અસર થઈ શકે છે. આ સંજોગોમાં તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમને સમજાવામાં આવી રહ્યું છે કે, તેઓ સમયસર ભોજન કરી લે.

ડોકટર્સે કહ્યું– દિનચર્યા નહીં સુધરે તો તબિયત વધારે ખરાબ થઈ શકે છે: ડોકટર્સના જણાવ્યા પ્રમાણે લાલુને હાલ ઘણી નાની–મોટી બીમારીઓ છે. તેમને ઘણાં સમયથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ પણ છે. કાર્ડિયાક સર્જરી પણ કરવામાં આવી છે અને હાર્ટનો વાલ્વ પણ બદલવામાં આવ્યો છે. તેઓ ક્રોનિક કિડની ફેલ્યોર (સ્ટેજ થ્રી)થી પણ પીડિત છે. તે સિવાય તેમને પ્રોસ્ટેટ, હાઈપર યૂરીસિમિયા, પેરિયેનલ ઈન્ફેકશન, કિડની સ્ટોન અને ફેટી લીવરની પણ સમસ્યા છે. ડોકટર્સના જણાવ્યા પ્રમાણે જો લાલુએ ટૂંક સમયમાં દિન ચર્યા ન બદલી તો તેમનું સ્વાસ્થય વધારે ખરાબ થઈ શકે છે.

શનિવારે આરજેડીના પ્રદેશ અધ્યક્ષ અભય સિંહ અને લાલુ પ્રસાદની ઓટોબાયોગ્રાફી લખનાર નલિન વર્માએ તેમની સાથે મુલાકાત કરી હતી. અભયે કહ્યું કે, લાલુ પ્રસાદ સારી રીતે ઉંઘી નથી શકતા. તેઓ વાંરવાર એક જ વાત કહે છે કે, હતોત્સાહિત નથી થવાનું. ત્યાં જ નલિન વર્માએ કહ્યું છે કે, તેમણે લાલુને તેમની ઓટોબાયોગ્રાફી ‘ગોપાલ ગજં ટૂ રાયસીના’ સોંપી છે. તેમાં તેમના ૫૦ વર્ષના રાજકીય જીવનને દર્શાવવામાં આવ્યું છે. આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે એક ગરીબ વ્યકિત આટલી ઉંચાઈ સુધી પહોંચી શકે છે.

એન્ઝાઈન્ટિથી પીડિત વ્યકિત હંમેશા ચિંતાની સ્થિતિમાં હોય છે. તેમને તેમની આસપાસની વસ્તુઓથી અને દિવસની દરેક સ્થિતિથી ડર લાગે છે. આ દરમિયાન તેમના ધબકારા વધી જાય છે અને ઝડપી શ્વાસોશ્વાસથી વ્યકિતને ગભરામણ થવા લાગે છે.

Comments

comments

VOTING POLL