પરિણામ ભાજપ-કાેંગી હાઇકમાન્ડને મતદારોની ખાસ વોર્નિંગ પણ છે

October 26, 2019 at 10:59 am


ચૂંટણીમાં મતદારો જ્યારે વોટ આપે છે ત્યારે તેમાં ફક્ત ઉમેદવારોની હાર કે જીત જતી નથી બલ્કે ઉમેદવારો અને રાજકીય પક્ષોને મતદારો એક સંદેશ પણ આપતા હોય છે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો તરફ દ્રિષ્ટપાત કરીએ તો એક સંદેશ સ્પષ્ટ રીતે સંભળાય છે કે સ્થાનિક પ્રશ્નોની અવગણના કરીને ફક્ત રાષ્ટ્રીય મુદ્દાઆે ચગાવી ને મતદારોને આકષ}ત શકાતા નથી.
ભાજપ અને કાેંગ્રેસ બંને મુખ્ય પક્ષો ના હાઈ કમાન્ડોને મતદારોએ એવો સંદેશ પણ આપ્યો છે કે અમને નબળો વિપક્ષ પસંદ નથી.સત્તાધારી ભાજપ ની સૌથી મોટી ભૂલ એ થઈ શકે તને સ્થાનિક સળગતા પ્રશ્નો કોરાણે મૂકીને જનતાના અવાજને વાચા આપવા ને બદલે રાષ્ટ્રીય મુદ્દા પર આધાર રાખ્યો હતો અને સામા પક્ષે કાેંગ્રેસે પણ આ બાબતમાં કોઈ સqક્રયતા દેખાડી નથી. અત્યારે જિલ્લાઆેમાં પાણીની ભયંકર તંગી છે આર્થિક બંધ હાલી છે તેમજ ક્રાઈમ વધતો જાય છે લોકોની શાંતિ હણાઈ ગઈ છે આ સિવાય સ્થાનિક પ્રશ્નો ને વાચા નહી આપનારા બન્ને મુખ્ય પક્ષોને વોર્નિંગ મળી છે.
મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યોમાં મતદારોએ મજબૂત વિપક્ષ નો આધાર તૈયાર કરી દીધો છે મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન પાસે સ્પષ્ટ બહુમતી છે પરંતુ સંખ્યા બળ એટલું નથી કે વિપક્ષ ના અવાજને દબાવી શકાય. આમ પણ પાંચ વર્ષ દરમિયાન સારા અને સqક્રય વિપક્ષની ભૂમિકા શિવસેનાએ નિભાવી છે. એનસીપી અને કાેંગ્રેસ બંને આ બાબતે પાછળ રહ્યા છે.. હરિયાણામાં પણ વિપક્ષ આંતરિક ઝઘડામાં જ ફસાયેલો રહ્યાે હતો પરંતુ દિલચસ્પ વાત એ છે કે આવી હાલતમાં પણ જનતાએ વિપક્ષ મજબૂત બનાવવા નો રસ્તો લીધો છે મહારાષ્ટ્રમાં તો સત્તા બદલાઈ નથી અને હરિયાણામાં પણ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે છતાં તેનો એક અર્થ એવો પણ થઈ શકે કે મતદારોમાં બદલાવની કોઈ બહુ મોટી ઈચ્છા નહોતી પરંતુ વિપક્ષ ને મજબૂત બનાવવા નો રસ્તો અને મોટી ભૂમિકા તેને સાેંપી છે.
મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યોમાં ભાજપે પ્રચારના ના મુખ્ય મુદ્દા કાશ્મીર અને કલમ 370 રાખ્યા હતા. આ બંને મુદ્દા એવા છે જેના પર દેશભરમાં એ કામ સહમતી જોવા મળે છે અને તે સમય સમયે દેખાય પણ છે. રાષ્ટ્રીય સ્તર પર તેને કેન્દ્ર સરકારની એક બહુ મોટી ઉપલબ્ધી કહી જ શકાય છે તેમાં બેમત નથી છતાં બંને રાજ્યોના પરિણામે એમ બતાવી દીધું છે કે ચૂંટણી પ્રચારમાં આવા મુદ્દાઆે દર વખતે ધારી અસર પેદા કરી શકતા નથી અને આવી ઉપલિબ્ધઆે નો ઉપયોગ એક સીમામાં રહીને જ કરી શકાય છે.
રાજ્યની ચૂંટણીમાં મતદાતાઆે માટે કદાચ આ મુદ્દા હવે એટલા મોટા લાગતા નથી કારણ કે તેના પર તો એ લોકોની સંમતિ પહેલા જ આવી ગઈ છે. સ્થાનિક સમસ્યાઆે જો રાજકીય પક્ષો ધ્યાન આપીને સ્થાન આપે તો મતદારો આકષાર્ય છે તેમાં પણ કોઈ શંકા નથી.
આર્થિક મંદીને લીધે લોકોમાં અને ખાસ કરીને યુવા વર્ગમાં તેમજ વેપારીઆેમાં એક જાતની મૂંઝવણ અને નારાજી છે તો બીજી બાજુ બેરોજગારીના મુદ્દા પર યુવા વર્ગમાં પણ હતાશા નો માહોલ દેખાઈ રહ્યાે છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય મુદ્દા સ્વાભાવિક રીતે જ ધારદાર કે પરિણામ દાયક રહેતા નથી.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં સ્થાનિક નેતાઆેએ વધુ સqક્રય રહેવું જોઈએ અને મતદારોને કનડતા પ્રશ્નો ને વાચા આપીને ચૂંટણીપ્રચારમાં સંતોષ જનક રીતે ખાતરી આપવી જોઈએ પરંતુ કમનસીબે એવું થયું નથી. મહારાષ્ટ્રમાં શરદ પવારે કાેંગ્રેસ કરતાં વધુ સqક્રયતા બતાવી છે છતાં એમણે જોઈએ એટલા સ્થાનિક પ્રશ્નોને વાચા આપી નથી.
કાેંગ્રેસમાં તો આત્મવિશ્વાસ જ દેખાતો નથી તેના રાષ્ટ્રીય નેતાઆેમાં પણ હતાશા નો માહોલ છે. રાહુલ ગાંધી પાસે જેમ ચૂંટણી જીતવાની વ્યૂહરચના ક્યારેય હોતી નથી એ જ રીતે આ વખતે સોનિયા ગાંધીએ પણ કોઈ ખાસ વિહત ના પડી નથી કે સ્થાનિક નેતાઆેને સqક્રય કરવા માટે કોઈ ટેિક્નક અપનાવી નથી.
જોકે અમે અગાઉ આ કોલમમાં એવી આગાહી કરી હતી કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ સૌથી વધુ સફળતા મેળવશે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદી અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ ત્રણેય વિપક્ષ ને ભારે પડશે અને પરિણામો એવા જ આવ્યા છે.
મહારાષ્ટ્રમાં આ વખતે શિવસેનાના સત્તામાં ભાગીદારી માટે વધુ જોર કરશે અને ભાજપ સાથે ઊચા લેવલનો સોદાબાજી ના રસ્તા પર જશે. ઉÙવ ઠાકરે અને સમગ્ર શિવસેનાની વર્ષોની ઇચ્છા રહી છે કે શિવસેનાના નેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને.
આ વખતે ઠાકરે પરિવારના યુવા નેતા આદિત્ય ઠાકરે ચૂંટાઈ આવ્યા છે ત્યારે એમને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે ઉÙવ ઠાકરે ભરપૂર પ્રયાસો કરશે અને આ સોદાબાજીમાં ભાજપ કેટલું નમતું જોખે છે તે પણ જોવું રસપ્રદ બનશે.આ વખતે મહારાષ્ટ્રમાં ભાજપ ના વોટ શેર માં ઘટાડો થયો છે તેથી શિવસેના જોરમાં દેખાય છે. પરિણામના બીજા દિવસે ઉÙવ ઠાકરે એ પત્રકારોને એમ કહ્યું હતું કે દર વખતે કોઇ એક પક્ષની દાદાગીરી ચાલી શકે નહી અને મતદારોએ સત્તાધારી પક્ષને વોર્નિંગ આપી છે અને આ રીતે ઉÙવ ઠાકરે અત્યારથી જ આક્રમક વલણ અપનાવી રહ્યા છે. સત્તાની ભાગ બટાઈ માં શિવસેના પોતાની મૂછ Kચી રાખવા માંગે છે તે દેખાઈ આવ્યું છે.ચૂંટણીના મેદાનમાં ઉતારવા નો જુગાર રમવાની હિંમત પ્રથમ વાર જ ઠાકરે પરિવાર એ બતાવી છે અને તેમાં તેઆે સફળ પણ રહ્યા છે ત્યારે હવે આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી પદ આપવા માટે ભાજપ સંમત થાય છે કે નહી તે જોવાનું રહેશે.

Comments

comments