પરિણીતા પાસે અઘટીત માંગણી કરી નિર્લજજ હુમલો

July 21, 2018 at 11:48 am


જામનગરમાં સરદારનગરમાં પરિણીતાની લાજ લેવાના ઇરાદે અઘટીત માંગણી કરી તેણીના પતિને મારી નાખવાની ધમકી આપીને નિર્લજજ હુમલો કર્યાની ગોકુલનગરના શખ્સ સામે ફરીયાદ નાેંધાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે થાેડા દિવસ પહેલા બનેલા બનાવ અંગે ગઇકાલે મામલો પોલીસ મથકે પહાેંચ્યો હતો. જામનગરમાં રહેતી એક યુવતિના પતિ તેની માતા સાથે બોલાચાલી થતા તેના ગળાના ભાગે લોહી નીકળતા જી.જી. હોસ્પીટલમાં ગયા હોય દરમ્યાન પતિના કહેવાથી તેનો મિત્ર ધર્મેશ અને ફરીયાદી પરિણીતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા માટે ગયા હતા જો કે રાત્રીનો સમય હોવાથી બંધ હતુ દરમ્યાનમાં ત્યાંથી નીકળી ગયા હતા અને સરદારનગર ખાતે ઘરે ગયા હતા ત્યાં આરોપી ધર્મેશએ તેણીની લાજ લેવાના ઇરાદે સેટી પર પછાડી શરીર સબંધ બાંધવાની માંગણી કરી હતી.પરિણીતાએ ના પાડતા આરોપીએ તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લાકડુ પરિણીતાને ગોઠણના ભાગે ઝીકી દીધુ હતું આ બનાવ સબબ પરિણીતાએ ગોકુલનગરમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો ગોહીલ નામના શખ્સ સામે ગઇકાલે સીટી-સી માં આઇપીસી કલમ 354(એ), 323, 504, 506(2) તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નાેંધાવી હતી. ગત તા. 30-5-18ના રાત્રીના સુમારે સરદારનગરમાં બનાવ બન્યાનું કરેલી ફરીયાદમાં જાહેર કરાયું છે જેના આધારે પીએસઆઇ ગામીત અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કપુરડી પાટીયા પાસે દારૂની બે બોટલ સાથે એક ઝબ્બે

ભાણવડના કપુરડી ગામના પાટીયા પાસેથી કમલેશ જેતાભાઇ ભારવાડીયા (ઉ.વ. ર0) નામનો યુવાનને મોટર સાયકલ જી.જે.10.આે.કે. 5158 નંબરનું લઇને નીકળવા પોલીસે રોકીને ચેક કરતા ગેરકાયદેસર દારૂની બોટલ નંગ-2 કિં. રૂા. 800 ની પકડાઇ આવતા પોલીસે મોટર સાયકલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL