પરિવારમાં ૯ લોકો છતાં મળ્યા માત્ર ૫ મત: ઉમેદવાર મતદાન મથકમાં જ રડી પડયો

May 24, 2019 at 1:25 pm


૧૭મી લોકસભા માટે ચૂંટણીના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતાં. ભાજપને આ ચૂંટણીમાં ફરી એક વખત ઐતિહાસિક જીત મળી છે. જો કે જાલંધરના એક મતદાન મથક પર ચર્ચા માત્ર ભાજપની જીતની જ નહીં પરંતુ એક શખસની પણ બહત્પ થઈ હતી. શટર બનાવવાનો બિઝનેસ કરનારા નીતુ શટરાંવાલા આંસુઓ સાથે મતદાન મથકની બહાર નીકળ્યા હતા અને તેના આંસુ પાછળનું કારણ તેને મળેલી ચૂંટણીની હાર જ નહોતી.

તેના દુ:ખી થવાનું મુખ્ય કારણ કંઈક બીજું હતું. તૂટી ગયેલા નીતુએ જણાવ્યું કે મારા પરિવારમાં ૯ લોકો છે પરંતુ મને માત્ર પાંચ જ મત મળ્યા છે જે સૌથી ચોંકાવનારી વાત છે. મારી આખી ગલીને મને મત આપવાનો વાયદો કર્યેા હતો છતાં મને માત્ર પાંચ જ મત મળ્યા છે. મેં એક મહિના સુધી મારી દુકાન બધં કરી લોકોની વચ્ચે રહેવાનું પસદં કયુ હતું અને મેં તેમના માટે મહેનત પણ કરી છતાં મને મત આપ્યા નથી. હારથી નિરાશ નીતુએ ભવિષ્યમાં કયારેય ચૂંટણી નહીં લડવાનો નિર્ણય પણ જાહેર કર્યેા હતો.

નીતુ કાઉન્ટીંગ સેન્ટરમાં જ રડી પડયો હતો અનેતેની વાતો લોકોએ રેકોર્ડ કરી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી દીધી હતી. જોતજોતામાં તેના વીડિયોને લાખો લોકોએ જોઈ કાઢયો હતો. બાદમાં ખબર પડી કે નીતુએ પહેલાંથી જ હાર માની લીધી હતી. દિવસ પૂરો થતાં સુધીમાં તેને ૮૫૬ મત મળ્યા હતા. નીતુ આ પહેલાં એક મોબાઈલ ફોનમાં નકલી બોમ્બ જોડવા બદલ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો.

Comments

comments

VOTING POLL